ગીર સોમનાથઃ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે વેરાવળમાં મેરેથોન દોડ યોજવામાં આવી હતી. હજારો સ્પર્ધકો અને નાગરિકોના ટોળા ઉમટ્યા હતા. કોવિડની ગાઈડ લાઇનના લીરે લીરા ઉડ્યા. સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓએ લીલી ઝંડી આપી. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા.
ભાજપના જ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કોવિડના નિયમોની ઐસીતૈસી કરી હતી. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકામાં છે. આ મેરેથોન દોડ મામલે ભારત વિકાસ પરિષદના આયોજક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. હજારોની જનમેદની આ કાર્યક્રમમાં એકઠી થઈ હતી.
અમદાવાદ ભાજપના વધુ એક નેતાને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો અત્યાર સુધીમાં કેટલા નેતા થયા સંક્રમિત?
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભાજપના નેતાઓ પણ કોરના સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદ ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહ કોરોના સંક્રમિત થયા છે. તેઓ કોરોનાનો ચેપ લાગતાં SVP હોસ્પિટલમાં દાખલ થયા છે. હાલ સુધી આઠ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.
કોરોના સંક્રમિત નેતાઓ
અમિત શાહ, શહેર પ્રમુખ
ભૂષણ ભટ્ટ, શહેર મહામંત્રી
દર્શક ઠાકર, શહેર ઉપાધ્યક્ષ
ધર્મેન્દ્ર શાહ, પ્રભારી,ભાજપ AMC
ઉમંગ નાયક, ખાડિયા કાઉન્સિલર
જૈવલ ભટ્ટ, ડાયરેકટર,ગુજરાત સ્ટેટ ફાયનાન્સ બોર્ડ
મહેશ ઠક્કર, કોષાધ્યક્ષ
પરેશ લાખાણી
અમદાવાદમાં વિપક્ષના નેતાપદે કોને બેસાડવાની હિલચાલથી કોંગ્રેસના 9 કોર્પોરેટર્સ બળવાના મૂડમાં ? કોના ઘરે રાત્રે બે વાગ્યા સુધી ચાલી બેઠક ?
અમદાવાદઃ AMCના વિપક્ષના નેતા પદ માટે કોંગ્રેસે નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે. નિરીક્ષક સી જે ચાવડા અને નરેશ રાવલે પ્રદેશ પ્રમુખને રિપોર્ટ સોંપ્યો છે. 4 વર્ષ માટે 4 લોકોને એક એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાની રિપોર્ટમાં ફોર્મ્યુલા આપવામાં આવી છે. એક વ્યક્તિને વિપક્ષના નેતા અને એક વ્યક્તિને ઉપનેતા બનાવી 8 લોકોને સાચવવાની ફોર્મ્યુલા આપવામાં આવી છે.
સેહઝાદ પઠાણને વિપક્ષના નેતા ન બનવા દેવા કોર્પોરેટરનું એક ગ્રુપ સક્રિય થયું છે. અમદાવાદના એક ધારાસભ્યના ઘરે શનિવારની રાત્રિએ બેઠક મળી હતી. રાત્રિના બે વાગ્યા સુધી મળેલી બેઠકમાં સેહઝાદ પઠાણ વિપક્ષના નેતા બને તો શું કરવું તેની ચર્ચા કરાઇ. કોંગ્રેસના 9 જેટલા કોર્પોરેટર બળવો કરવાના મૂડમાં છે.