ગાંધીનગર :  રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઈ છે. આજે રાજ્યના 2697 કેન્દ્રો પર  તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી. એક કલાકના પેપર બાદ પરીક્ષાર્થીઓએ દાવો કર્યો હતો કે પેપર સામાન્ય અને સરળ હતું પરંતુ લાંબુ હોવાથી સમયસર પૂર્ણ કરવામાં મુશ્કેલી થઈ હતી.  ખાસ વાત છે કે  રાજ્યમાં પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં અંદાજે  8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 


તલાટીની પરીક્ષા દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં પોલીસ વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવી હતી. પરીક્ષા કેંદ્રો પર વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવામાં પણ પોલીસે ખૂબ જ સરાહનિય કામગીરી કરી છે. 


જૂનાગઢ જિલ્લામાં  તલાટી મંત્રીની પરીક્ષામાં પોલીસે વિદ્યાર્થીઓની મદદ કરી હતી.  ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં પોલીસે વિદ્યાર્થીઓની મદદ કરી હતી. 


સુરત જિલ્લામાં   નવયુગ કોલેજ પર બંદોબસ્તમાં તૈનાત પોલીસકર્મીઓએ પરીક્ષાર્થીઓની મદદ કરી હતી.   અન્ય જિલ્લામાંથી આવેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં અટવાયા હતા. એક વિદ્યાર્થીની તનિષા કુમારી નવયુગ કોલેજમાં પહોંચી હતી. કોલ લેટર જોતા ખરેખર તેનો નંબર અન્ય સ્કૂલ ખાતે હતો.   રાંદેર પોલીસે તાત્કાલિક પોલીસવાનમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીનીને પહોંચાડી હતી.  


Talati Exam 2023: તલાટીની પરીક્ષાનું પરીણામ ક્યારે આવશે ? જાણો હસમુખ પટેલે શું આપ્યા સંકેત ?


રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઈ છે. આજે રાજ્યના 2697 કેન્દ્રો પર  તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી.  ખાસ વાત છે કે  રાજ્યમાં પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં અંદાજે  8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.   રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી તમામ લોકોનો આભાર માન્યો છે. આ સાથે જ તેમણે તલાટી પરીક્ષાના પરીણામ અંગે સંકેત પણ આપ્યા છે. 



હસમુખ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે રાજ્યમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ છે. જૂન મહિનામાં પરિણામ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જ તેમણે તમામ સરકારી અધિકારીઓ અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.