પોરબંદરઃ શહેરમાં વીરભનુની ખાંબી નજીક મોડી રાત્રે પોલીસકર્મીઓને કારે ટક્કર મારી હતી. કાર ચાલકે બે પોલીસકર્મીઓને અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગઈ કાલે મોડી રાત્રે કાર ચાલકે નાઇટ પેટ્રોલિંગમાં ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓને ટક્કર મારી હતી. આ ઘટનામાં એએસઆઇ ગોવિંભાઈ ગરચારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક પોલીસકર્મી મહેશ વાજાને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત એક સુરક્ષા એજન્સીના કર્મીએ સર્જ્યો હતો. સુરક્ષાકર્મીને પણ ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો છે. કાર ચાલકે પોલીસકર્મીને ટક્કર મારી દસ ફૂટ ફંગોળી દીધા હતા. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં શોક લાગણી ફરી વળી હતી.