Porbandar News: પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના પિતાનું નિધન થયું છે. અર્જુન મોઢવાડિયાના પિતા દેવાભાઈ નું 96 વર્ષની વયે નિધન થયું છે. જેના કારણે પોરબંદર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઈ છે. આજે બપોરે 3 કલાકે મોઢવાડા ખાતેના નિવસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળશે.
તાજેતરમાં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર બેઠકથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા વિજેતા બન્યા હતા. તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને હાર આપી હતી.
અમરેલીના આ યુવા નેતાને બનાવશે ઉપદંડક ? જાણો વિગત
ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિક્રમી જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સોમવારે (12 ડિસેમ્બર) બપોરે 2 વાગ્યે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ઘણા કેન્દ્રીય પ્રધાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
ભાજપે આ વખતે વિધાનસભામાં 156 સીટો જીતીને ઈતિહાસ રચ્યો હતો. અમરેલી જિલ્લાનાની પાંચ બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. અમરેલીના યુવા નેતા કૌશિક વેકરીયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને હાર આપી હતી. કૌશિક વેકરીયાને ઉપદંડક બનાવવામાં આવી શકે છે.
કૌશિક વેકરિયાની ઉંમર માત્ર 36 વર્ષ છે. કૌશિક વેકરિયા અમરેલીના જિલ્લા પ્રમુખ છે અને છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાર્ટીમાં સારી નામના ધરાવે છે, તેમજ લોકચાહના પણ ધરાવે છે. કૌશિક વેકરિયા અમરેલીના દેવરાજીયા ગામના છે. 2011 થી 2016 સુધી તેઓ ગામના સરપંચ રહી ચુક્યા છે. કૌશિક વેકરિયા 2002થી વિવિધ સંગઠનોમાં સક્રિય છે. કૌશિક વેકરિયાના પત્નીનું નામ શગુણાબેન છે અને તેમને સંતાનમાં એક પુત્રી છે.
ભૂપેન્દ્ર પટેલ માટે સોમવાર છે શુકનવંતો, જાણો વિગત
ભૂપેન્દ્ર પટેલ માટે સોમવાર શુકનવંતો છે. તેમના મુખ્યમંત્રી પદના શપથ સાથે સોમવાર જોડાયેલો છે.
13 સપ્ટેમ્બર 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ત્યારે સોમવાર હતો. આજે 12 ડિસેમ્બર 2022ના રોજ ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે અને આજે પણ સોમવાર છે.