પોરબંદર: આજકાલ દેશમાં એક પછી એક ધમકી ભર્યા પત્રો મળી રહ્યા છે ત્યારે પોરબંદરમાં વધુ એક ધમકી ભર્યો પત્ર મળ્યો છે. આ પત્રમાં પોરબંદર -મુંબઇ ટ્રેનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભર્યા પત્રના કારણે પોરબંદર રેલવે પોલીસ દોડતી થઈ છે. અને દરેક ટ્રેન સધન તપાસ હાથ ધરી છે.
પોરબંદર-મુંબઈ ટ્રેનને ધમકી ભર્યા પત્રમાં બાંદ્રા નજીક ટ્રેનને બોંબથી ઉડાવવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી ભર્યા પત્રના પગલે બોંબ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.