Porbandar Rain:  સૌરાષ્ટ્ર પર મેઘરાજા મન મૂકીને (Gujarat monsoon 2024) વરસ્યા છે. અનેક જગ્યાએ જળબંબાકાર (heavy rainfall)ની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રના (Saurashtra) અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ છે. અતિભારે વરસાદ પડતા પોરબંદરના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા. પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં દોઢ કલાકમાં આશરે બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણીથી મેળા ગ્રાઉન્ડ અને ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા. રામદેવજી મંદિરને ફરતું પાણી ફરી વળતા ગામના લોકોએ પાણીમાં ન્હાવાની મજા માણી હતી. ઉપરવાસ માં ભારે વરસાદના કારણે પુર આવતા દુકાનોમાં તેમજ હોટલોની અંદર પાણી ઘૂસી જતા ધંધાર્થીઓની મુશ્કેલી વધી હતી. ભારે પૂરના કારણે ચારે બાજુ પાણી પાણી જોવા મળતું હોય ત્યારે ગ્રામજનો ના ટોળા પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા.


પોરબંદરમાં ભારે વરસાદના લઈ કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર પહોંચ્યા હતા. પોરબંદર પંથકમાં અતિભારે વરસાદથી ઉભી થયેલ પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર સાથે વરસાદની સ્થિતિને લઇ બેઠક  કરશે. બેઠક બાદ પોરબંદરના રાજીવ નગર, બોખીરા, તુમડા વિસ્તારની મુલાકાત લેશે.


પોરબંદરમાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે. આવામાં હવામાન વિભાગની આગામી 7 દિવસની વરસાદની આગાહી સામે આવી છે. જેમાં આજથી પાંચ દિવસ અમુક જિલ્લાઓમાં અત્યંત ભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ 5 દિવસ વરસાદ ગુજરાતમાં રમઝટ બોલાવશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


20મી જુલાાઇએ સુરત, નવસારી, વલસાડ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદના રેડ એલર્ટ સાથે અંત્યત ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.


21મી જુલાઇના રોજ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં યલો એલર્ટ છે.




22મી જુલાઇએ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે.


23મી જુલાઇએ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ છે.


24મી જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે.