પોરબંદરમાં યોજાનાર માધવપુરનો મેળોમાં શિક્ષકોને વિચિત્ર જવાબદારી સોંપવામાં આવતા વિવાદ પેદા થયો છે. મળતી જાણકારી અનુસાર, પોરબંદરમાં માધવપુરમાં યોજાતા મેળાના આયોજનને લઈ શિક્ષકોને વિચિત્ર જવાબદારી સોંપાઈ છે. પોરબંદર તાલુકાના 72 ગામો માટે 81 શિક્ષકોને બસ રૂટના સુપરવાઈઝરની જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષકોને બિન શૈક્ષણિક જવાબદારી સોંપાતા પ્રાથમિક શૈક્ષિક સંઘે વિરોધ નોંધાવ્યો હતો.






પ્રાથમિક શૈક્ષિક સંઘે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે આર.ટી.ઈ એક્ટ અન્વયે આવી કામગીરી લઈ શકાતી નથી. બિન શૈક્ષણિક કામગીરી કરાવવી એ ન્યાયાલયના આદેશનો અનાદર છે. જેથી આ આદેશો સત્વરે રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે  10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી મેળાનું આયોજન કરાશે. શિક્ષકો જેમને બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય છે તેમને બસ સુપરવાઈઝરની જવાબજદારી સોંપવામાં આવી છે. શિક્ષકો નાગરીકોને મેળાના સ્થળ પર લઈ જશે અને કાર્યક્રમ પૂર્ણ થતાં પરત તેમના ગામે મુકવા જશે. આ નિર્ણયનો પ્રાથમિક શૈક્ષિક સંઘે વિરોધ નોંધાવ્યો છે....


સુરતમાં કિશોરી પર બળાત્કાર 


સુરતના ગોડાદરામાં 16 વર્ષની કિશોરી પર બળાત્કાર થયાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર આરોપી યુવકે કિશોરી સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી અને બાદમાં કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના કારણે કિશોરી ડિપ્રેશનમાં જતી રહી હતી અને ધોરણ 12ની પરીક્ષા આપવા ના જતા સમગ્ર હકીકત બહાર આવી હતી. બાદમાં તપાસ કરતા કિશોરી ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે આ મામલે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.


New Maruti Ertiga Automatic : મારુતિની ઓટોમેટિક અર્ટિગા ટૂંક સમયમાં થશે લોન્ચ, નવા ફીચર્સ પણ મળશે


Gold Price Today: સોના-ચાંદીના ભાવ આજે પણ ઘટ્યા, જાણો કેટલું સસ્તું થયું 10 ગ્રામ સોનું?


આ વર્ષે આટલા ટકા સુધીનો થશે પગાર વધારો, આ ક્ષેત્રોમાં વધુ નોકરી ને ઉંચો પગાર મળવાની વધુ સંભાવનાઃ રિપોર્ટ


કોરોનાના નવા વેરિયન્ટ XEએ વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોધાઇ ચૂક્યા 600 કેસ, જાણો એક્સ્પર્ટે કેટલો ગણાવ્યો ખતરનાક