પોરબંદરઃ પોરબંદરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ હેતલ, સોલંકી, તેના પતિ કીર્તી સોલંકી અને મજૂર નાગા આગઠના ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસે હત્યારા લખમણ ઓડેદરાની ધરપકડ કરી છે. લખમણ ઓડેદરા પણ જંગલ ખાતામાં નોકરી કરે છે.


પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલીને કહ્યું હતું કે, લખમણ અને હેતલ સોલંકી વચ્ચે ગાઢ સંબંધો હતા. આ ગાઢ સંબંધો જ હેતલ તથા તેના પતિની હત્યાનું કારણ બન્યા છે.

(આરોપી લખમણ ઓડેદરા)

આ કેસમાં જેની હત્યા કરાઈ તે હેતલ સોલંકી પ્રેગનન્ટ હતી. હેતલના પેટમાં ગર્ભ હતો. અંગ્રેજી અખબાર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે પોલીસ હેતલના પેટમાં રહેલો ગર્ભ કોના કારણે રહેલો તેની તપાસ કરવા માટે ગર્ભનો ડીએનએ ટેસ્ટ કરવાનું આયોજન કરી રહી છે એવી જાણકારી પોલીસ સૂત્રોએ આપી છે.

હેતલના  લખમણ સાથેના સંબંધો અત્યંત ગાઢ હતા. આ સંબંધોના કારણે હેતલ ગર્ભવતી બની હોવાની શક્યતા છે કે નહી એ દિશામાં તપાસ કરાશે.  હેતલના પેટમાં રહેલા ગર્ભના કારણે તો હત્યાકાંડ નથી આચરાયો ને એ દિશામાં તપાસ કરાશે. લખમણની પૂછપરછમાં આ વિગતો બહાર આવી શકે છે.