પેપરલીકકાંડ કેસમાં પ્રાંતિજ કોર્ટે 3 આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. કિશોર આચાર્ય સહિત ત્રણેય આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટે કિશોર સહિત ત્રણેય આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી.મહત્વનું છે કે પેપરલીક કેસમાં પોલીસે સાણંદના કિશોર આચાર્ય સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી હતી અને સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાંથી કિશોર આચાર્યે હેડક્લાર્કનું પેપર લીક કર્યું હતું. સાબરકાંઠાની પ્રાંતિજની કોર્ટે દિપક, મંગેશ અને કિશોરના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સાબરકાંઠામાં બહુચર્ચિત પેપર લીક કૌભાંડ કેસમાં કિશોર આચાર્ય સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ડીવાયએસપી એચ કે સૂર્યવંશી આરોપીઓને લઈને પ્રાંતિજ કોર્ટમાં પહોંચ્યા હતા અને 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જો કે કોર્ટે ત્રણેય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પેપર લીક કેસમાં જે લોકોએ પેપર મેળવ્યું હતું તેમની પણ ધરપકડ કરવાની પોલીસે તૈયારીઓ શરૂ કરી છે.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ઉમેદવારોની વિગતો મેળવી છે. જેમાં અત્યાર સુધીમાં 77 લોકોના નામ અને સરનામાં મેળવી લેવાયા છે.
ગુજરાતના 6 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ ઉઠાવવા મુદ્દે સરકારે શું લીધો મોટો નિર્ણય?
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના માટેના નિયંત્રણો અંગેની ગાઈડ લાઈન આજે જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 31મી ડિસેમ્બર સુધી નાઇટ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. ગુજરાત સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર મનપા વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા આઠ કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં ત્રણ, સુરતમાં બે, રાજકોટમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક કેસ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 15 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં જામનગરમાં ત્રણ, વડોદરામાં બે, મહેસાણામાં એક, આણંદમાં એક, સુરતમાં ત્રણ, અમદાવાદમાં ત્રણ, રાજકોટમાં એક અને ગાંધીનગરમાં એક ઓમિક્રોનનો કેસ નોંધાયા છે.