Gujarat Weather: રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે આગામી છ દિવસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં આગામી 48 કલાક તો રાજ્યભરમાં મન મૂકીને મેઘરાજા વરસશે.


આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસશે. સાથે જ દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.


રાજ્યોમાં ચોમાસાની એટ્રી થઈ છે. જો કે પ્રિ મોનસૂનમાં જ 100 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે અને ગત વર્ષ કરતા 14 દિવસ વહેલો ચોમાસાનો પ્રારંભ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમા સરેરાશ 40 ઈંચ વરસાદ નોંધાયો છે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં 17 થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અંબાલાલના અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી સુધી ચોમાસુ પહોંચ્યું છે પણ ચોમાસુ નબળું પડ્યું છે,દક્ષિણ પશ્ચિમના પવનો નબળા પડતાં અરબ સાગરની શાખા નબળી પડતા ચોમાસુ નબળુ પડ્યું છે. આગામી 17 થી 20 જૂન વચ્ચે અરબસાગર માં હળવું દબાણ સર્જાતા ગુજરાતમાં 17 થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદનો અનુમાન છે. 19 થી 21 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.


22 થી 25 જૂન આદ્રા નક્ષત્રમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ની શક્યતા છે. 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 11 થી 13 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ પડવાની શકયતા છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ  18 જૂન સુધી, સાબરકાંઠા,  બનાસકાંઠા, પાટણ, મહેસાણા ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની  શક્યતા સકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં છૂટાછવાયા વરસાદનું અનુમાન છે.