PM Modi Gujarat Visit:PM Modi Gujarat Visit:  PM નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે 4 વાગ્યે તેઓ અમદાવાદ પહોચશે, આજે નિકોલમાં મોટી જનસભાનું આયોજન છે. જાણીએ પીએમ મોદીના પ્રવાસનો ઉદેશ અને સંપૂર્ણ કાર્યક્રમ

PM મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. જાણીએ બંને દિવસનું સંપૂર્ણ શિડ્યુઅલ શું છે.

ગુજરાત પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુઅલ

PM નરેન્દ્ર મોદી 4 વાગ્યે અમદાવાદ પહોંચશે

4:30 કલાકે હરિદર્શન ચાર રસ્તાથી ખોડલ ગ્રાઉન્ડ સુધી રોડ શો

5:30 વાગ્યે નિકોલ ખોડલધામના ગ્રાઉન્ડમાં જાહેર જનસભા

8 વાગ્યે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ

26 ઓગસ્ટના કાર્યક્રમ

સવારે 10 વાગ્યે હાંસલપુરમાં સુઝીકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કરશે

EV બેટરી પ્લાન્ટના ઉદ્ધઘાટન બાદ દિલ્લી જવા થશે રવાના

ઉલ્લેખનિય છે કે નિકોલની પ્રજા છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્યો અને કોપોરેટરના કામથી અસંતુષ્ટ છે, ગંદકી, રોડ રસ્તામાં ખાડા વગેરે અવ્યવસ્થાથી લાંબા સમયથી સ્થાનિકો પરેશાન છે. જો કે નિકોલમાં પીએમ મોદીની સભા હોવાથી ફટાફટ રોડનું રિપેર કામ થઇ ગયું અને દુલ્હનની જેમ નિકોલ વિસ્તાર સજાવવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ જોતા જનતા જાહેરમાં રોષ પ્રગટ કરી રહી છે. અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતને લઈને નિકોલને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યું ડી માર્ટ થી લઈ સભાસ્થળ સુધી ભવ્ય લાઇટિંગ નો નજારો  જોવા મળી રહ્યો છે પીએમ મોદીના મોટા કટ આઉટ પણ લગાવવામાં આવ્યા  છે. સભા સ્થળની આસપાસ તિરંગાના કલરમાં  નિકોલ રંગાયું છે. એએમસી અને શહેર ભાજપ દ્વારા નિકોલની સૂરત થોડા દિવસમાં દિવસમાં બદલાઇ ગઇ છે. જો કે આખું ચોમાસું ખરાબ રસ્તાથી પરેશાન સામાન્ય લોકોમાં તંત્રના પ્રજા પ્રત્યેના ઉદાસીન વલણનો રોષ છે.

નિકોલના સ્થાનિકો છેલ્લા બે વર્ષથી પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે, પાણીની કે ડ્રેનેજ પાઇપ નાખવા માટે  રસ્તા ખોદીને મુકી દેવામાં આવ્યા છે જેનું ફરી રોડ બનાવવાનું કામ ન થતાં મોટા મોટા ખાડાના કારણે લોકો અકસ્માતનો ભાગ બને છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 26 ઓગસ્ટના રોજ સવારે લગભગ 10.30 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે અને 100 દેશોમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનોના નિકાસને લીલી ઝંડી આપશે. વિશ્વ કક્ષાના માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી મોદી 1,400 કરોડ રૂપિયાથી વધુના અનેક રેલ્વે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં 530 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 65 કિમી મહેસાણા-પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ, 860 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 37 કિમી કલોલ-કડી-કટોસન રોડ રેલ લાઇન અને 40 કિમી બેચરાજી-રણુજ રેલ લાઇનનું ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે.