સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. પ્રાંતિજ પોલીસે જે આરોપીને ઝડપી પાડ્યો છે તે જ આરોપી કોરોના પોઝિટિવ હોવાનું સામં આવ્યું છે. જેને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 9 પર પહોંચી છે.
પ્રાંતિજ પોલીસે દારૂના ગુનામાં બે આરોપીઓને ઝડપ્યા હતાં. તે બન્નેનું એક દિવસના રીમાન્ડ બાદ મેડીકલ તપાસ કરાવવામાં આવી હતી જેમાં એક આરોપીને કોરોના પોઝિટિવ હોવાનું સામ આવ્યું હતું જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું. જ્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પણ દોડદામ મચી ગઈ હતી.
નોંધનીય છે કે, પોલીસે ઝડપેલા આરોપીને કોરોના પોઝિટિવ આવતાં પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત 19 પોલીસ કર્મીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 9 કેસ નોંધાયા છે.
સાબરકાંઠા: પોલીસે દારૂના ગુનામાં ઝડપેલા આરોપીને જ કોરોના પોઝિટિવ આવ્યો, PI સહિત 19 લોકોને કરાયા ક્વોરેન્ટાઈન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 May 2020 01:31 PM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -