નવસારીમાં એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપમાં એડલ્ટ વીડિયો  પોસ્ટ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, નવસારીના જલાલપોરની એક ખાનગી શાળાના વિદ્યાર્થી ગ્રુપમાં એડલ્ટ વીડિયો પોસ્ટ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ખાનગી શાળાના ધોરણ સાતના ગ્રુપમાં શિક્ષકે એડલ્ટ વીડિયો પોસ્ટ કર્યો હતો. ધોરણ 7ના વિદ્યાર્થીઓના ગ્રુપમાં શિક્ષકે બિભત્સ વીડિયો મૂક્યો હતો. જેની વિદ્યાર્થીઓએ માતા-પિતાને જાણ કરતા વાલીઓમાં રોષ ફેલાયો છે.


શાળાના શિક્ષકે મોડી રાતે એડલ્ટ વીડિયો મુકતા વિદ્યાર્થીનીઓ ક્ષોભમાં મુકાઇ હતી. વિદ્યાર્થીઓએ માતા-પિતાને જાણ કરતા વાલીઓએ શાળાના શિક્ષક સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વાલીઓએ ઘટનાને પગલે આચાર્ય ફરિયાદ કરી હતી. શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવાની વાલીઓ તૈયારી કરી રહ્યા છે.


રાજકોટમાં ચાર વર્ષના બાળકનું અપહરણ 


રાજકોટમાં એક તરફી પ્રેમીએ ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. બાળકની માતાએ યુવકના પ્રેમનો અસ્વીકાર કરી દેતાં અપહરણ કર્યું હતું. જોકે, અપહરણના દોઢ જ કલાકમાં પોલીસે તેને પકડી પાડ્યો હતો અને બાળકને છોડાવ્યો હતો. પોલીસે બાળકના અપહરણના આરોપીની ધરપકડ કરી છે. 


ધોરાજીના સુપેડીથી ચાર વર્ષના બાળકનું ગઈકાલે અપહરણ કર્યું હતું. ગણતરીની કલાકોમાં ગ્રામ્ય પોલીસ અપહરણનો ભોગ બનનાર બાળકોનો છુટકારો કરાવ્યો. મહિલા પાસેથી ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યું. આરોપી દિનેશ રાઠોડ દ્વારા અપહરણ કર્યું હતું. અંદરો અંદર માથાકૂટને કારણે બાળકનું અપહરણ કર્યું. બાળક હેમખેમ મળી આવ્યું. માત્ર દોઢ કલાકના સમયગાળામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો. આરોપીને બાળકની માતા સાથે એકતરફી પ્રેમ થયો હતો. બાળકની માતા દ્વારા પ્રેમની માંગણી ન સ્વીકારવામાં આવતા પ્રેમીએ અપહરણ કર્યું હતું. આરોપીએ અગાઉ બાળકના અપહરણની ધમકી આપી હતી. આરોપીએ પોતાની જાતને પણ નુકશાન પહોચાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.