Crime: બનાસકાંઠા જિલ્લામાથી વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, તાજેતરમાં જ લેવાયેલી પીએસઆઇ પરીક્ષાને લઇને એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. ખરેખરમાં, પીએસઆઇ પરીક્ષા પાસ કરાવવા માટે આપવામાં પૈસા પાછા માંગવાને લઇને ફરિયાદ નોંધાઇ છે.
માહિતી પ્રમાણે, બનાસકાંઠા અમીરગઢના ઢોલિયા ગામેના વકીલ સાથે છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. વાત એમ છે કે, તાજેતરમાં જ લેવાયેલી પીએસઆઇ પરીક્ષામાં પાસ કરાવવા માટે હિંમતનગરના બેરના ગામના ઇસમ સહિત ત્રણ લોકોએ 2 લાખ રૂપિયા પડાવ્યા હતા, પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપીને પડાવવામાં આવેલા આ પૈસા પાછા ના આપતા હવે ફરિયાદ નોંધાઇ છે. પીએસઆઇ પરીક્ષા પાસ કરાવવા માટે 20 લાખમા સોદો નક્કી કર્યો હતો અને આ વાત પર 2 લાખ રોકડા આપ્યા હતા, પરંતુ પીએસઆઇની પરીક્ષા પાસ ના થઇ અને પૈસા પાછા આપ્યા નહીં, જેને લઇને હિંમતનગરના બેરણાંના ગામના ઇસમ સહિત 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમીરગઢ પોલીસ મથકે બળવંતસિંહ ઠાકોર સહિત 3 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું રચ્યું કાવતરૂં, કેનાલ પાસે બોલાવી બાદ...
પાટણના હારીજના દુધારામપુરા ગામે પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કર્યાની ઘટના બની છે. ઘટના ગણતરીના કલાકમાં જ પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે. શું છે સમગ્ર મામલો જાણીએ
પાટણના હારીજના દુધારામપુરા ગામે પ્રેમ પ્રકરણમાં પત્નીએ પતિની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી.આરોપી પત્નીને અરવિંદ ઠાકોર સાથે આડા સબંધ હતા.પત્ની ભગી એ તેના પતિ મોહન ને રૂપિયા લેવાના બહાને ગત રાત્રે વાસા રોડ ગામની કેનાલ નજીક લઇ ગઈ હતી.અગાઉ ના પ્લાનિંગ મુજબ પ્રેમી અરવિંદ ઠાકોર પણ ત્યાં ઇકો ગાડી લઇ પહોંચ્યો હતો અને પત્ની અને તેના પ્રેમી એ પતિ મોહન પરમારને ધોકાનો માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ બન્ને પ્રેમી પંખીડા ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા.હારીજ પોલીસ મથકે હત્યા અંગેની ફરિયાદ નોંધાતાના ગણતરીના કલાકમાં જ બંને આરોપીને ઝડપી પાડ્યા છે. તો બીજી તરફ શહેરના રાંદેર હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. હાઉસિંગ બોર્ડમાં બે બાળકો સાથે મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી મચી ગઈ છે. 35 વર્ષીય રિતા ચોરસિયા નામની મહિલાએ 11 વર્ષીય દીકરી અને 5 વર્ષીય દીકરા સાથે રહેતી હતી. અચાનક બાળકો સાથે માતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પહેલા માતાએ બન્ને બાળકની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી. 11 વર્ષીય પુત્રીનું નામ અંશીતા હતું અને 5 વર્ષના પુત્રનું નામ રોબર્ટ હતું. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.