Gujarat Rain Forecast:હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટછવાયો વરસાદ પડી શકે છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. જેની અસરથી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઓગસ્ટ માસમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી. જો કે છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 4થી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ થઇ શકે છે.  ઉપરાંત અમદાવાદમાં પણ છૂટછવાયા વરસાદની આગાહી કરી છે.


રાજ્યમાં કેટલા ટકા વરસી ચૂક્યો છે વરસાદ


ઉલ્લેખનિય છે કે, અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં 79 ટકા વરસાદ પડી ચૂક્યો છે, જો કે અમદાવાદ શહેરમાં હજુ 21 ટકા વરસાદની ઘટ છે.  દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 80 ટકા વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 71 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 30 ઈંચ વરસાદ વરસયો છે.  રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 136 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો   110 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.                              


આજે ક્યાં જિલ્લામાં  પડશે વરસાદ


આજે દક્ષિણ ગુજરાતના ડાંગ,તાપી, નવસારી, વલસાડ, તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં  વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. ત્રણ ઝોનમાં આજે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે.                       


આ પણ વાંચો 


Rajkot News: રાજકોટના હિરાસર એરપોર્ટના આજે શ્રીગણેશ, જાણો કઇ તારીખથી ઉડાન ભરશે ઇન્ટરનેશનલ ફ્લાઇટસ


G20 Summit 2023 Live: ભારતની અધ્યક્ષતામાં G20 સમિટનો આજે બીજો અને અંતિમ દિવસ, જાણો વધુ અપડેટ્સ


મોરક્કોમાં પ્રચંડ ભૂકંપે સર્જી તબાહી, મત્યુઆંક 2000ને પાર પહોચ્યો, 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર


ચૂંટણી પહેલા ઊંઝા નગરપાલિકામાં વિવાદ સપાટી પર, તરલા મેવાડાએ આ કારણે રાજીનામુ આપ્યાની ચર્ચા