Gajanan Ashram: માલસર ખાતે આવેલા ગજાનન આશ્રમમાં પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથને મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નર્મદા મૈયાની પૂજા કરી હતી. તેમજ નર્મદા ઘાટ સહિતની મુખ્ય પાંચ શિલાઓની પૂજા અર્ચના કરી પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદ લીધો હતો. આ ઉપરાંત તેમણે નર્મદા નદી ઉપર વિશાળ ઘાટનું નિર્માણ વગેરે અંગે વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુજી સાથે ચર્ચાઓ કરી હતી અને આશ્રમના નવ નિર્માણ માટે શુભકામનાઓ આપી હતી.
કે કૈલાસનાથન વિશે તમને જણાવીએ કે તેઓ, ગુજરાતના ચાર ચાર મુખ્યમંત્રીઓના મુખ્ય સલાહકાર તરીકે વર્ષો સુધી કાર્યરત રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, કે. કૈલાસનાથનને 2009માં મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં મુખ્ય સચિવ તરીકે નિમણુક કરવામાં આવ્યા હતા. તેઓ 33 વર્ષના કાર્યકાળ પછી 2013માં ગુજરાતમાં અધિક મુખ્ય સચિવના પદ પરથી નિવૃત્ત થયા હતા. નોંધનિય છે કે, કે. કૈલાસનાથન 2013માં નિવૃત્ત થયા બાદ તેમની મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પદ તેમના માટે ખાસ બનાવવામાં આવ્યું હતું. તેમને નિવૃત્તિ બાદ સતત એક કે બે નહીં 11 વખત એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું.
કૈલાસનાથન ગજાનન આશ્રમના પૂજ્ય ગુરુજી સાથે વર્ષોથી શ્રદ્ધા વિશ્વાસ તથા આધ્યાત્મિકતાથી જોડાયેલા હતા. જેથી તેમના ભાવને પ્રગટ કરવા માટે તેમજ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આશ્રમ ખાતે પધાર્યા હતા.
આશ્રમની કામગીરી
આશ્રમની કામગીરીની કામગીરી વિશે વાત કરીએ તો, પૂજ્ય ગુરુજી દ્વારા આશ્રમમાં શૈક્ષણિક ક્ષેત્રમાં શિક્ષિત તેમજ દીક્ષિત વિદ્યાર્થીઓને તૈયાર કરવા વ્યસન મુક્ત યુવાન રાષ્ટ્ર માટે સમાજ માટે એક નવી ક્રાંતિ લાવનારા ઋષિ કુમારો તૈયાર કરવા, માલસર ગામ તથા આજુબાજુના ગામોના સર્વાંગી વિકાસ માટે સુંદર નર્મદા નદી ઉપર વિશાળ ઘાટનું નિર્માણ થાય છે.
ડોંગરેજીની મહારાજની કર્મભૂમિ છે ગજાનન આશ્રમ
સિનોર ગામના પાદરેથી જમણી બાજુ જતાં માર્ગ ઉપર 5 કિ.મી. આગળ જતાં માલસર ગામ આવે છે. પ્રખ્યાત કથાવાચક ડોંગરેજી મહારાજે અહીં નિવાસ કર્યો અને અહીં નર્મદાના જળમાં દેહત્યાગ કર્યા પછી માલસરનું નામ વધુ જાણીતું થયું હતું.
માલસરમાં આવેલા તમામ સ્થળો પૈકી અત્યાધિક આકર્ષણ જો કોઈ વાતનું હોય તો એ પૂ. ડોંગરેજી મહારાજની કર્મભૂમિ છે. મહારાજને અહીંની ભૂમિથી ખાસ લગાવ હતો. પ્રતિ વર્ષ અહીં એકાદવાર કથા તેઓ અવશ્ય કરતા હતા. આ ઉપરાંત વ્યાસાસનની તો વાત જ કંઈક અલગ હતી. માટીના ઢગલા પર વ્યાસાસન બનાવાતં હતું. માલસરમાં મહારાજ એક મઢુલી જેવી ઓરડીમાં રહેતા હતા. માલસર જવા માટે અમદાવાદથી વડોદરા-ડભોઇ, શિનોર થઇને જવાય છે. અમદાવાદથી ૧૭૦ કિલોમીટર છે. શિનોરથી ૭ કિલોમીટર છે.
આ પણ વાંચો....