Rahul Gandhi Gujarat Visit: ગુજરાતમાં રાજકીય પક્ષોના મોટા નેતાઓનો જમાવડો થઇ રહ્યો છે. માહિતી પ્રમાણે, કોંગ્રેસ નેતા અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી 8 અને 9મી એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવવાનું છે, આ પહેલા સમીક્ષા બેઠક માટે ગુજરાત આવી રહ્યાં છે. 7 અને 8 માર્ચ સુધી 2 દિવસ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે રહેશે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે પીએમ મોદી પણ સુરતમાં આવી રહ્યાં છે. 


રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઇને માહિતી છે કે, રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન પર બેઠક મળશે, આ બેઠકમાં તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રમુખ અને પૂર્વ પ્રમુખ હાજર રહેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને 2027ની ચૂંટણીને લઈને બેઠકમાં મંથન કરાશે. બેઠક પછી રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કરશે. ખાસ વાત છે કે, છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી રાજ્યમાં ભાજપ સત્તામાં છે, અને કોંગ્રેસ ભાજપની સામે ટક્કર આપવા સંગઠન મજબૂત બનાવવા પ્રયાસ કરશે.


મહત્વનું છે કે કોંગ્રેસ પાર્ટીનું 8 અને 9 એપ્રિલ 2025 ના રોજ રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાવવા જઈ રહ્યું છે.. તેની તૈયારીઓ માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અમદાવાદ આવ્યા હતા, અને અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કમિટી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. દરમ્યાન એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાહુલ ગાંધી 7, 8 માર્ચે ગુજરાતના બે દિવસ પ્રવાસે આવવાના છે.


છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી રાજ્યમાં ભાજપ સત્તામાં છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના વિજય રથને 99 બેઠકો પર અટકાવ્યો હતો. 2022માં ભાજપને 53 ટકા વોટ મળ્યા હતા અને 148 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી હતી.હાલમાં રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ખુબજ નબળી છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે આગામી દિવસોમાં શું નિર્ણયો લે છે તે જોવુ મહત્વનું બની રહેશે.


આ પણ વાંચો


PM Modi Visit: પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, 7 માર્ચે સુરત આવશે, જાણી લો સમગ્ર કાર્યક્રમ વિશે...