Gandhinagar: જે રીતે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ બમ્પર જીત મેળવી હતી તે જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી હતી. જેમાં 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો હતો. જ્યારે કૉંગ્રેસના ખાતામાં એક માત્ર સલાયા પાલિકા આવી હતી. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ પાલિકામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો રહ્યો હતો. આ બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ હતી.
સફાઈ કામદાર બન્યા માણસા નગરપાલિકાના પ્રમુખ
હવે આ પાલિકાઓમાં પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં માણસા નગરપાલિકાના પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી છે. સફાઈ કામદાર માણસા નગરપાલિકાના પ્રમુખ બન્યા છે. માણસામાં સફાઈની કામગીરી કરનાર જ્યોત્સનાબેન વાઘેલા શાસન કરશે. બાબુજી ઠાકોર માણસા મનપાના ઉપપ્રમુખ બન્યા છે. જ્યારે માણસા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે દિનેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.
માણસા નગરપાલિકાનું ચૂંટણી પરિણામ
ગાંધીનગરની માણસા નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો. અમિત શાહના મતવિસ્તાર અને વતન માણસામાં ભાજપની બમ્પર જીત થઈ હતી.અહીં ભાજપને પૂર્ણ બહુમતી સાથે 28માંથી 27 બેઠકો ભાજપને ફાળે અને 1 બેઠક કોંગ્રેસના ફાળે આવી હતી. માણસામાં ભાજપના કાર્યકરો દ્વારા જીતને વધાવવામાં આવી હતી. ગુલાલ ઉડાડી અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી. વર્ષ 1995થી માણસા નગરપાલિકા ઉપર બીજેપીનું શાસન છે અને હજુપણ આવનાર પાંચ વર્ષ બીજેપી શાસન મેળવ્યું છે.
માણસા નગરપાલિકાના 7 વોર્ડ ની 28 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં 35 મતદાન કેન્દ્રો ઉપર શહેરના 27020 મતદારો પૈકી 17285 તદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી 64 કા જેટલું મતદાન કર્યું હતું.
ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત
આખરે બે વર્ષ સુધી વહીવટદારનું શાસન રહ્યા બાદ ગાંધીનગર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં આવી છે છે અને આજે પ્રમુખ-ઉપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. મોહબતજી ઠાકોરને ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે દક્ષાબેન પટેલને ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, તાલુકા પંચાયતની 28માંથી 20 સીટ બીજેપી જીતી હતી જ્યારે 8 સીટ કોંગ્રેસના ફાળે આવી હતી. તમને જણાવી દઈએ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીએ ભવ્ય જીત મેળવી હતી.
આ પણ વાંચો...
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત