પાટણ: પાટણ જિલ્લાના ખેડૂતોએ રવી સીઝનમા મોટા ખર્ચોઓ કરી મોટા પ્રમાણમાં  રાયડાનું વાવેતર તો કર્યું પણ હવે  માર્કેટ યાર્ડમા રાયડાના માલનું વેચાણ કરવા ખેડૂતો આવતા ગત વર્ષ કરતા અડધા ભાવ હરાજીમાં પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે.  બીજી તરફ સરકારે રાયડાના ટેકાના ભાવ જાહેર કર્યા પણ હાલ તો માત્ર તેનું રજીસ્ટ્રેશન કાર્યરત બન્યું છે અને એક મહિના પાછી રયાડાની ખરીદી સરકાર કરશે અને તેનો ભાવ રૂપિયા 1090 નો જાહેર કર્યો છે. પરંતુ  હાલ ખેડૂતો મજબૂરીમા રયાડાના માલનું વેચાણ કરી રહ્યા છે.  જેમાં સામે પાક વાવેતર, ખેડૂતોએ લીધેલ ધીરાણ, સામાજિક પ્રસગોને લઇ નીચા ભાવે ખેડૂતો રાયડાના માલનું વેચાણ કરી રહ્યા છે.  


પાટણ જિલ્લામાં રવી સીઝનમાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી 34700 હેક્ટરમા પાક વાવેતર કર્યું અને વાતાવરણના પલટા સામે પણ અનેક મુશ્કેલીનો સામનો કરી પાકનું રક્ષણ કર્યું અને હવે ખેડૂતોએ પાક વાઢીને માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળશે તેવી આશાઓ સાથે રાયડાના ઢગે ઢગ વેચાણ અર્થે પાટણ માર્કેટ યાર્ડમાં ખડકી દિધા છે. પરંતુ જાહેર હરાજીમા રયાડાના 20 કિલોનો ભાવ 800 થી 850 નો ભાવ રહેવા પામ્યો છે. જે ખેડૂતોને પોષાય તેમ નથી.  ગત વર્ષે રાયડાનો ભાવ રૂપિયા 1300 થી 1500  રહ્યો હતો.  સારો ભાવ મળતા ખેડૂતોએ ચાલુ વર્ષે પણ રાયડાનું મોટુ વાવેતર કર્યું થે પણ ગત વર્ષેના ભાવ સામે ચાલુ વર્ષે અડધા ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.  


અમદાવાદના કાલુપુરમાં ભર બપોરે યુવકને છરીના ઘા ઝિંકી પતાવી દીધો









 


રિક્ષામાં ત્રણ શખ્સ જતા હતા ત્યારે પાછળ રિક્ષામાં આવેલા શખ્સોએ પહેલા રિક્ષા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેથી રિક્ષામાં બેઠેલા ત્રણેય શખ્સ ભાગ્યા હતા. તેનો પીછો કરીને આરોપી સાદિક હુસેન અને લીયાકત હુસેને ભેગા મળીને તીક્ષ્ણ હથિયારો વડે પાંચકુવા પાસે જાહેરમાં સબાન અલી મોમીનને ઘા માર્યા હતા. સબાનઅલીને VS હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ફરિયાદી મોહમ્મદ ફૈઝાન અતરવાલા, મૃતકનો માસિયાઈ ભાઈ છે. ફરિયાદીના ભાઈ કાસીમહુસેનને પણ તલવારના ઘા મરાયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે લગ્ન પ્રસંગમાં જમવાની બાબતમાં ટોકવા જેવી બાબતમાં મનદુઃખ રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો.


સીટીએમમાં ડબલ ડેકર બ્રિજ પરથી યુવતીએ લગાવી છલાંગ


સીટીએમ પાસેના ડબલ ડેકર ઓવરબ્રિજ ઉપરથી ગઈકાલે બપોરે અજાણી યુવતીએ છલાંગ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ કૂદકો માર્યો હતો.ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ કેસની વિગત એવી છે કે પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ તરફ જતા ઓવરબ્રિજ ઉપર ગઈકાલે બપોરે એક યુવતીએ અગમ્ય કારણોસર ડબલ ડેકર ઓવર બ્રિજ ઉપરથી કૂદકો  મારતી હોવાની જાણ થતાં લોકોનું ટોળું એકઠું થયું હતું. લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ બ્રિજ ઉપરથી છલાંગ મારી હતી જેથી શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.   આ બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ આવી પહોચી હતી અને સ્થળ પર સારવાર કરીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહ કલેશના કારણે મહિલાના આપઘાતના બનાવો વધી રહ્યા છે.