Junior Clerk Exam: તારીખ 9/ 4 /2023 રવિવારના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની છે. જુનિયર ક્લાર્ક પરીક્ષાને લઈને રેલવે સ્પેશયલ ટ્રેન દોડાવશે. 9 એપ્રિલે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે 'પરીક્ષા સ્પેશયલ ટ્રેન' દોડશે. રાજકોટ - જૂનાગઢ - રાજકોટ અને જૂનાગઢ - રાજકોટ - જૂનાગઢ 2 જોડી ટ્રેન 9 એપ્રિલે દોડશે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગ્યે ટ્રેન ઉપડશે,રિટર્ન 3 વાગ્યે ઉપડશે. જૂનાગઢથી રાજકોટ જવા માટે સવારે જૂનાગઢ સ્ટેશનથી 7.30 વાગ્યે ટ્રેન ઉપડશે, રિટર્ન 2.55 વાગ્યે ઉપડશે. એસટી દ્વારા પણ 250 એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રેલવે તંત્ર દ્વારા પણ ઉમેદવારોને આવવા જવામાં મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડ ખાતે બુકિંગ માટે વાલી અને વિદ્યાર્થીઓની કતારો જોવા મળી રહી છે.


તો બીજી તરફ રવિવારના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની છે ત્યારે માળી સમાજના* વિદ્યાર્થીઓને પાલનપુર પરીક્ષા આપવાની થતી હોય તેવા વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવાની સુવિધા સમાજની  અંબિકા વાડી , ટેલિફોન એક્સચેન્જની પાછળ પાલનપુરમાં કરવામાં આવી છે. તો જે વિદ્યાર્થીઓને પાલનપુર પરીક્ષા આપવાની હોય તેમણે  તારીખ 8/ 4/ 2023 શનીવારના રોજ સાંજે માળી સમાજની અંબિકા વાડી ખાતે આવી જવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ આવવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ નીચેના નંબર પર  અગાઉથી તમારું નામ નોંધાવી દેવાનું રહેશે. 


9426311718 હર્ષદભાઈ 
9824563113 શાંતિભાઈ 
8401020334 ભુપેન્દ્રભાઈ 
9925310488 પ્રદીપભાઈ 
9723969381 વિરાટભાઈ
9686189655 વિશાલભાઈ


ગુજરાત સરકારની પંચાયત વિભાગની આગામી તા.૦૯/૦૪/૨૦૨૩ ની જુનિયર ક્લાર્કની પરીક્ષાને અનુલક્ષીને  દેવભૂમિ દ્વારકા જિલ્લાની રઘુવંશી કન્યાઓને ખંભાળિયા કેન્દ્ર ખાતે જેમને પરીક્ષા આપવાની થતી હોય તેવી અન્ય શહેર કે બહારગામથી આવતી રઘુવંશી પરીક્ષાર્થી દીકરીઓ માટે આગલી રાત્રે ઉતારા સહિત જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ છે. સ્થળ : માતુશ્રી સંતોકબેન ગોરધનદાસ માપરા લોહાણા કન્યા છાત્રલય ટ્રસ્ટ જામ ખંભાળીયા. સંપર્ક :  શ્રીમતી મૃદુલબેન તન્ના 9428688321, સીમાબેન  8000347110 (નોંધઃ પરિક્ષાર્થી એ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તેમજ વ્યવસ્થાના ભાગ રૂપે આઈ.ડી. પ્રુફ સાથે રાખવું જરૂરી છે.)


સાવરકુંડલામાં પણ વ્યવસ્થા કરવામાં આવી


સાવરકુંડલા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવતા ઉમેદવારોને રહેવા જમવા માટેની અને રાત્રી રોકાણ માટે SMGK ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. હિંદુ મુસ્લિમ તમામ જ્ઞાતિના પરીક્ષા આપવા આવતા ઉમેદવારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રહેવા જમવા અને રાત્રી રોકાણ માટે ભાઈઓ અને બહેનોની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.


સંપર્ક::


ગુલઝારભાઈ રાઠોડ સી.આર.સી.
મો.9825989232
મુસ્તાક જાદવ સી.આર સી. 
મો.9427743344
નાસીર ચૌહાણ 
મો.9824591466
રફીકભાઇ જાદવ (ATDO )
મો.9426976194
અયુબભાઇ ચૌહાણ અનમોલ સ્ટેશનરી 
મો.9427744792
ઈરફાનભાઈ કુરેશી (પૂર્વ પ્રમુખ સુ. મુ. જ.) 
મો.97238 38138