સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાય છે જ્યારે સિઝનનો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે. ગીર સોમનાથમાં 4.55 ઈંચ વરસાદ નોંધાયો છે.


ગીર સોમનાથના ગીર ગઢડામાં 4.55 ઈંચ વરસાદ
સુરત શહેરમાં 3.26 ઈંચ વરસાદ
વલસાડ શહેરમાં 2.36 ઈંચ વરસાદ
જૂનાગઢ શહેરમાં 2.32 ઈંચ વરસાદ
સુરતના કામરેજમાં 2.16 ઈંચ વરસાદ
મોરબીના વાંકાનેરમાં 1.92 ઈંચ વરસાદ
ભાવનગરના જેસરમાં 1.85 ઈંચ વરસાદ
નવસારી શહેરમાં 1.81 ઈંચ વરસાદ
ગીર સોમનાથના ઉનામાં 1.73 ઈંચ વરસાદ
મહેસાણાના સલથાણામાં 1.41 ઈંચ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 32.48 ટકા વરસાદ 
રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સાર્વત્રિક સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો 
રાજ્યમાં અત્યાર સુધી 6 તાલુકાઓમાં મોસમનો બે ઈંચ જેટલો વરસાદ 
40 તાલુકાઓમાં મોસમનો સરેરાશ બેથી પાંચ ઈંચ વરસાદ 
102 તાલુકાઓ એવા જેમાં અત્યાર સુધી મોસમનો પાંચથી 10 ઈંચ વરસાદ પડ્યો 
76 તાલુકાઓમાં અત્યાર સુધી મોસમનો 10 થી 20 ઇંચ વરસાદ 
25 તાલુકાઓમાં મોસમનો અત્યાર સુધી 20 થી 30 ઇંચ વરસાદ 
અત્યાર સુધી બે તાલુકાઓમાં 30 ઇંચથી વધારે વરસાદ   

ઝોન દીઠ વરસાદની સ્થિતિ 

સૌરાષ્ટ્ર ઝોનમાં અત્યાર સુધી સીઝનનો 61.17 ટકા વરસાદ 
કચ્છ જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 79.82 ટકા વરસાદ 
અત્યાર સુધી દક્ષિણ ગુજરાત ઝોનમાં મોસમનો 20.72 ટકા વરસાદ 
મધ્ય ગુજરાત ઝોનમાં અત્યાર સુધી મોસમનો 20.24 ટકા વરસાદ 
ઉત્તર ગુજરાતમાં મોસમનો સૌથી ઓછો વરસાદ, અત્યાર સુધી સીઝનનો 18.84 ટકા વરસાદ પડ્યો