Rain Forecast: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સંકટના વાદળો ઘેરાયા છે. લેટેસ્ટ અપડેટમાં બંગાળની ખાડીમાં ફરી એકવાર હિલચાલ જોવા મળી છે, આ હિલચાલથી ગુજરાતમાં ફરીથી વરસાદનો મોટો રાઉન્ડ આવશે અને ગુજરાત પાણી પાણી થઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે, હાલમાં બંગાળની ખાડીમાં ફરી એક મોટી હિલચાલ જોવા મળી રહી છે, આગામી ઓગસ્ટ મહિનામાં ફરી વરસાદી માહોલ જામશે, ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. બંગાળના દરિયો ફરી ડામાડોળ થવાની માહિતી સામે આવી છે. બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં વર્તાશે.
ગુજરાતમાં આ તારીખોઓ પડશે વરસાદ -
આગામી 26 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે, આમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે, જોકે, આગામી 27 જુલાઈથી 5 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, વિરમગામના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ અને જંબુસરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ આ દરમિયાન ભારે વરસાદ ખાબકશે.
દેશના વરસાદની વાત કરીએ તો, માહિતી પ્રમાણે, ગુજરાતમાં 26 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટશે, પરંતુ ઓડિશા બાજુ 26 જુલાઇની આસપાસ એક લૉ પ્રેશર સિસ્ટમ એક્ટિવ થશે, જે ડિપ્રેશન સુધી જવાની શક્યતા છે. આ કારણે ઓડિશાના ભાગો, આંધ્રના ભાગો, છત્તીસગઢના ભાગોથી પશ્ચિમ ભાગો સુધી આની અસર થશે, અને ભારે વરસાદ વરસશે. આ ઉપરાંત 25 અને 26 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગો, કર્ણાટકના ભાગો અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે ગંગા, જમનાના જળસ્તરમાં સતત વધારો થશે અને ઉત્તર ભારતની નદીઓમાં પુર આવવાની પુરેપુરી શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે આવેલા પૂરમાં વાહનો વહેતા જોવા મળી રહ્યા છે. લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના ભિલોડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારામાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સવા બે ઈંચ વરસાદ
ગણદેવી, વાંસદામાં વરસ્યો બે બે ઈંચ વરસાદ
વલસાડ, વઘઈ, ભરૂચમાં પોણા બે ઈંચ વરસાદ
ડોલવણ, આહવા, ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ
ઝઘડીયા, આમોદ, કોડીનારમાં એક એક ઈંચ વરસાદ
સોજીત્રા, સાગબારા, ઉના, ચીખલીમાં એક એક ઈંચ વરસાદ
સુરતના માંડવી, જેસર, વિસાવદર, સુબિરમાં પોણો પોણો ઈંચ વરસાદ
તારાપુર, ડેડીયાપાડા, વડાલીમાં પોણો પોણો ઈંચ વરસાદ
ધોલેરા, નેત્રંગ, કરજણ, લખતરમાં અડધો અડધો ઈંચ વરસાદ
મહુવા, વાલોડ, મેંદરડા, જલાલપોર, જાફરાબાદમાં અડધો ઈંચ વરસાદ
ઓલપાડ, ગોંડલ, બાબરા, વાંકાનેરમાં અડધો ઈંચ વરસાદ
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial