અમદાવાદ:  ગુજરાત રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના ચાર મહાનગરોમાં NCRBના આંકડા મુજબ ત્રણ વર્ષમાં  18,287 મૃત્યુ થયા છે. અકસ્માતમાં મૃત્યુ આંકમાં સુરત ગુજરાતમાં પ્રથમ નંબર પર છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં 6760  મૃત્યુ થયા છે. અમદાવાદમાં ત્રણ વર્ષમાં 5495, રાજકોટમાં 3934 અને વડોદરામાં 2098 મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં રોડ સેફ્ટી એક્ટ 2018માં અમલ આવી ગયો છે, છતાં હાલમાં પણ તેનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું નથી. 




ગુજરાત રાજ્યના રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ ગત વર્ષ 2022માં ઓવર સ્પીડિંગના લીધે નેશનલ હાઇવેમાં અકસ્માતમાં 1991 મૃત્યુ થયા, જ્યારે વર્ષ 2021માં ઓવર સ્પીડિંગમાં 1971, વર્ષ 2020માં 1718 અને વર્ષ 2019માં 1824 મૃત્યુ થયા છે. વર્ષ 2022માં રોંગ સાઇડ ડ્રાઇવિંગના લીધે અકસ્માતથી 62 મૃત્યુ થયા જ્યારે વર્ષ 2021માં 63, વર્ષ 2020માં 63 અને વર્ષ 2019માં 62 મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુનો આંક જોઈએ તો, ઓવર સ્પીડીંગના કારણે વર્ષ 2019માં 6343, વર્ષ 2020માં 5806, વર્ષ 2021માં 7168, વર્ષ 2020માં 7236 અને રોંગ સાઈડ ડ્રાઈવીંગ વર્ષ 2019માં 225, વર્ષ 2020માં 208, વર્ષ 2021માં 203, વર્ષ 2020માં 231 મૃત્યુ થયા છે. 


કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ગુજરાત રાજ્યના રોડ સેફ્ટી ઓથોરિટીના આંકડા ટાંકતા જણાવ્યું છે કે, ગત વર્ષ 2022માં ઓવર સ્પીડિંગના લીધે નેશનલ હાઇવેમાં અકસ્માતમાં 1991 મૃત્યુ થયા હતા.જ્યારે વર્ષ 2021માં ઓવર સ્પીડિંગમાં 1971, વર્ષ 2020માં 1718 અને વર્ષ 2019માં 1824 મૃત્યુ થયા. વર્ષ 2022માં રોંગ સાઇડ ડ્રાઇવિંગના લીધે અકસ્માતથી 62 મૃત્યુ થયા જ્યારે વર્ષ 2021માં 63, વર્ષ 2020માં 63 અને વર્ષ 2019માં 62 મૃત્યુ થયા હતા. ગુજરાત સરકાર પાસે અમારી માગ છે કે ગુજરાતને સ્પીડ મેનેજમેન્ટ પ્લાનની તાતી જરૂરિયાત છે. ઈન્ટર સેપ્ટર  વાહનો માત્ર નામ પૂરતા દેખાય છે તેનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ. સ્પીડ કેમેરા લગાડવા, સ્પીડ લિમિટને ફોલો કરવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો સમાવેશ કરી ટીનએજર અને યુવાનોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ મોનીટરિંગ કરવું જોઈએ. અમદાવાદમાં એસ.જી. હાઇવે પર સર્જાયેલો ગોઝારો અકસ્માત ફરી ન બને તે માટે સરકારે રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા ઉપર કામ કરવું જોઈએ. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial