Gujarat Rain: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે આવેલા પૂરમાં વાહનો વહેતા જોવા મળી રહ્યા છે. લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના ભિલોડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારામાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સવા બે ઈંચ વરસાદ
ગણદેવી, વાંસદામાં વરસ્યો બે બે ઈંચ વરસાદ
વલસાડ, વઘઈ, ભરૂચમાં પોણા બે ઈંચ વરસાદ
ડોલવણ, આહવા, ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ
ઝઘડીયા, આમોદ, કોડીનારમાં એક એક ઈંચ વરસાદ
સોજીત્રા, સાગબારા, ઉના, ચીખલીમાં એક એક ઈંચ વરસાદ
સુરતના માંડવી, જેસર, વિસાવદર, સુબિરમાં પોણો પોણો ઈંચ વરસાદ
તારાપુર, ડેડીયાપાડા, વડાલીમાં પોણો પોણો ઈંચ વરસાદ
ધોલેરા, નેત્રંગ, કરજણ, લખતરમાં અડધો અડધો ઈંચ વરસાદ
મહુવા, વાલોડ, મેંદરડા, જલાલપોર, જાફરાબાદમાં અડધો ઈંચ વરસાદ
ઓલપાડ, ગોંડલ, બાબરા, વાંકાનેરમાં અડધો ઈંચ વરસાદ
રાજ્યમાં વરસાદની આગાહી
રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આજે ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 72.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાત્રી દરમિયાન ભિલોડા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભિલોડામાં રાત્રે 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધનસુરામાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી મુર્જાતા ખેતીપાકને ફાયદો થયો છે. ભિલોડામાં સિઝનમાં પહેલી વાર એટલો વરસાદ ખાબક્યો છે. વરસાદ ખાબકતા વાતાવરણ માં ઠંડક પ્રસરી છે.
અરવલ્લીમાં ભિલોડા પંથકમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. ઇન્દ્રાશી નદી બે કાંઠે વહેવા લાગી છે. સિઝનમાં પ્રથમ વખાત ઇન્દ્રાશી નદીમાં નીર આવ્યા છે. આસપાસના બોર કુવાના સ્તર પણ ઊંચા આવશે.