નવી દિલ્હીઃ ભારતમાં મોનસૂનની ગતિ સરેરાશતી ઘણી ધીમી છે. તેના કારણે મોનસૂન કેરળમાં એક સપ્તાહ મોડું પહોંચ્યું છે. જૂન મહિનામાં અત્યાર સુધી વરસાદ સરેરાશ કરતાં 44 ટકા ઓછો છે. ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન મોડું થશે. જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.

આઇએમડીએ કહ્યું કે આગામી બે દિવસમાં ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે. તો કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.



હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2-3 દિવસમાં મોનસૂન બિહાર, ઝારખંડ, ઓડિશા, ગોવા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુમાં પહોંચવાનું અનુમાન છે. અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં ચોમાસું સક્રિય થવાથી હવે ચોમાસુ ઝડપથી ભારતમાં આગળ વધશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાની સ્પીડ છેલ્લા 12 વર્ષમાં સૌથી ધીમી છે. તેની પાછળ એક કારણ વાયુ વાવાઝોડું પણ છે. આ વાવાઝોડાને કારણે વાદળોની દિશા પર ખાસ અસર પડી છે. અત્યારસુધીમાં દેશના માત્ર 10-15 ટકા વિસ્તારમાં ચોમાસુ પહોંચ્યું છે.