14 જૂને રાત્રે એક શખ્સ PGમાં ધાબા પરથી ઘરમાં ઘૂસતો જોવા મળ્યો છે. પીળા કલરની ટી-શર્ટ અને જીન્સ પહેરેલો આ શખ્સ ત્રીજા માળ પર પહોંચીને ઘરમાં અંદર ઘૂસે છે તેણે ચેક કર્યું કે, કોઈ તેને જોઈ રહ્યું તો નથી ને, ત્યાર બાદ તે શખ્સ સોફા પર ઊંઘી રહેલી યુવતીને વાંધાજનક અડપલા કરવાના શરૂ કરી દીધાં હતાં.
શખ્સે જોયું કે યુવતી ઊંઘમાં છે તો તેણે રૂમનો દરવાજો થોડો બંધ કરી દીધો ત્યાર પછી શરીરના ભાગે અડવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં દરવાજો બંધ કર્યા બાદ શખ્સે યુવતીની સામે ઉભા રહીને માસ્ટરબેટ કરવાનું શરૂ કરી દીધું હતું.
બીજા રૂમમાંથી અન્ય યુવતી આ શખ્સને જોઈ જતાં તેમે બૂમાબૂમ કરીને પકડવાની કોશિષ કરી હતી જોકે આ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો અને બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને અમદાવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ મહિલા આયોગે કમિશનર પાસે આ બનાવ અંગેનો રિપોર્ટ માગ્યો છે.