Gujarat Weather: હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ અનુસાર પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) પડશે.


આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ (Rain) વરસશે. સાથે જ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી છે.


તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ (Rain) ખાબક્યો છે. તો પાંચ તાલુકામાંથી એક ઈંચથી વધુ વરસાદ (Rain) વરસ્યો છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં પોણા બે ઈંચ, નર્મદાના તિલકવાડા અને નાંદોદમાં સવા ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણ, વ્યાર અને સોનગઢમાં સવા ઈંચ વરસાદ (Rain) વરસ્યો છે તો અમદાવાદમાં પણ વરસાદ (Rain) નોંધાયો છે.


ગુજરાતમાં પ્રિ-મોન્સુન અંતર્ગત બદલાયેલા હવામાનને કારણે રવિવારે સતત બીજા દિવસે વરસાદ (Rain) ચાલુ રહ્યો હતો. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ (70 મીમી) પાણી વરસી ગયું હતું. જ્યારે ચાર તાલુકાઓમાં 1.25 થી 1.5 ઈંચ સુધીનો વરસાદ (Rain) નોંધાયો છે. સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં કુલ 35 તાલુકાઓમાં વરસાદ (Rain) નોંધાયો હતો. આ પહેલા શનિવારે પણ રાજ્યના 14 તાલુકાઓમાં વરસાદ (Rain) નોંધાયો હતો. આગામી બે દિવસ પણ આવું જ વાતાવરણ રહેવાની ધારણા છે. જો કે રવિવારે પણ અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું. કાળઝાળ ગરમી વચ્ચે મહત્તમ તાપમાન 43.1 ડિગ્રીએ પહોંચ્યું હતું.


અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં રવિવારે સાંજે 4 થી 6 દરમિયાન રાજ્યમાં સૌથી વધુ 70 મિલીમીટર (મીમી) વરસાદ (Rain) નોંધાયો હતો. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકામાં 42 મીમી, નર્મદાના તિલકવાડા તાલુકામાં 34 મીમી, તાપીના ડોલવણમાં 30, નર્મદાના નાંદોદમાં 30, પંચમહાલના જાંબુઘોડામાં 22 મીમી, લાઠીતેલ અને અમરેલી જીલ્લામાં 18 મીમી વરસાદ (Rain) નોંધાયો હતો. તાપીના વ્યારા. વડોદરા અને વલસાડ તાલુકામાં પણ 15 મીમી જેટલો વરસાદ (Rain) નોંધાયો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા, ભરૂચ જિલ્લાના નેત્રંગ, સુરતના ઉમરપાડા, ભાવનગરના ઉમરાળા, વડોદરા, છોટા ઉદેપુર સહિત વિવિધ વિસ્તારોમાં પણ હળવો વરસાદ (Rain) થયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરલ્લી સહિતના જિલ્લાઓમાં પણ હવામાનમાં પલટો આવ્યો છે. કેટલાક સ્થળોએ હળવા વરસાદ (Rain)ના પણ સમાચાર છે. કેટલાક સ્થળોએ વાવાઝોડાની સાથે ઝરમર ઝરમર પણ વરસી હતી. આ પહેલા શનિવારે પણ 14 તાલુકાઓમાં વરસાદ (Rain) નોંધાયો હતો. તેમાંથી છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સૌથી વધુ 64 મીમી (લગભગ અઢી ઈંચ) વરસાદ (Rain) નોંધાયો હતો.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર અને મંગળવારે અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ખેડા. આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં દિવસભર આકરા તડકા વચ્ચે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો પરેશાન છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રવિવારે અતિશય ગરમીના કારણે લોકો પરેશાન થયા હતા. સુરેન્દ્રનગર શહેરમાં રવિવારે રાજ્યમાં સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજું સૌથી ગરમ શહેર અમદાવાદ હતું જ્યાં તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા સુધી નોંધાયું હતું. અન્ય મુખ્ય શહેર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 42.4 ડિગ્રી, વડોદરામાં 41.8 ડિગ્રી, ભુજમાં 41.2 ડિગ્રી અને સુરતમાં 37.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.