Gujarat weather update:  રાજ્યમાં આગામી કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, બનાસકાંઠા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી એક કલાકમાં હળવો વરસાદ પડી શકે છે.

 

Continues below advertisement
Continues below advertisement

હવામાન વિભાગે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને મોરબી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.            

આ પણ વાંચો : Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર

    હવામાન વિભાગે આજે અને આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં ખાસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી  છે. પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ખેડૂતો, વાહનચાલકો અને ખુલ્લા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતા આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અને વાતાવરણમાં ઠંડક અનુભવાય તેવી શક્યતા છે.

મુંબઇમાં વરસ્યો ધોધમાર વરસાદ

પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પડ્યો વરસાદ...વહેલી સવારથી જ મુંબઈના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો....વરસાદના કારણે અંધેરી સબવેમાં પાણીભરાઈ જતા થોડા સમય માટે બંધ કરાયો....વરસાદના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો...મુંબઈમાં આગામી 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે...ખાસ કરી સાંજે 5થી 7 વાગ્યે વચ્ચે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે...તો આ તરફ મહારાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે..