તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, વલસાડ, દાદરાનગર હવેલી, નવસારી સહીતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા નડિયાદ, ખેડા, આણંદ સહીતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો 117 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના સાત તાલુકાઓમાં અઢીથી સાંડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો સૌથી વધુ વરસાદ અંકલેશ્વર સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મોરવાહડફમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કામરેજમાં સાડા ત્રણ ઈંચ, ભરૂચમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. તો બોરસદ, જેતપુરપાવી અને વલોડમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે અને નસવાડી, ડોલવણ, માંગરોળમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઠાસરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે.