ગાંધીનગર: કમોસમી વરસાદ અને ઠંડીના ડબલ અટેક માટે રાજ્યના લોકો તૈયાર રહે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 તારીખથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 9 અને 10 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હાડ થીજવતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી ફરી ખેડૂતોને મુશ્કેલી અને ચિંતામાં મુકી દીધા છે.


દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે.

વરસાદની આગાહીને પગલે આગામી સિઝનના પાકને મોટું નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગના અનુસાર 9 જાન્યુઆરીના રોજ દાહોદ, છોટાઉદેપુર, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ વરસાદથી ઘઉં સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ છે.