Gunarat Weather: ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી: દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ, બોટાદ, કચ્છ


હળવા વરસાદની આગાહીઃ બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, મહેસાણા, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, દીવ


આ આગાહી મુજબ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.


અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા હતી, જે સાચી પડી છે.


ગાંધીનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે. એસજી હાઈવેના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ છ. પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ છે. સાથે જ આનંદનગર અને એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદી માહોલ સર્જાયો. હવામાન વિભાગે અગાઉથી જ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી હતી.


એટલું જ નહીં ગાંધીગરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. ગિફ્ટ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, નવરાત્રી બાદ હવે દિવાળીના દિવસોમાં પણ હવામાન વિભાગ અનુસાર વરસાદ વરસી શકે છે. ગઇકાલે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં ત્રણ-ત્રણ ઇંચ ખાબક્યો હતો, અહીં છેલ્લા 24 કલાકમાં 131 પડેલા વરસાદના આંકડા બતાવવામાં આવ્યા છે. 


વરસાદ બાદ હવે દેશના અનેક રાજ્યોમાં ઠંડીએ દસ્તક આપી છે. હવામાન વિભાગે કહ્યું કે દિલ્હીનું તાપમાન ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે. તે જ સમયે, દક્ષિણના રાજ્યોમાં હજુ પણ વરસાદ બંધ થયો નથી. IMD એ આજે ​​એટલે કે 14 ઓક્ટોબરે તમિલનાડુ, કેરળ અને ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં જોરદાર તડકો રહેશે અને વાદળો સ્વચ્છ રહેશે. ચાલો જાણીએ દેશભરમાં હવામાનની સ્થિતિ.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. આ દિવસોમાં આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે અને ક્યારેક વાદળછાયું રહેશે. સાથે જ મોડી રાત્રે અને સવારે લોકોને ઠંડીનો અહેસાસ થશે.


આ પણ વાંચોઃ


Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી