Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા હતી, જે સાચી પડી છે.


ગાંધીનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે. એસજી હાઈવેના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ છ. પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ છે. સાથે જ આનંદનગર અને એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદી માહોલ સર્જાયો. હવામાન વિભાગે અગાઉથી જ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી હતી.


એટલું જ નહીં ગાંધીગરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. ગિફ્ટ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, નવરાત્રી બાદ હવે દિવાળીના દિવસોમાં પણ હવામાન વિભાગ અનુસાર વરસાદ વરસી શકે છે. ગઇકાલે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં ત્રણ-ત્રણ ઇંચ ખાબક્યો હતો, અહીં છેલ્લા 24 કલાકમાં 131 પડેલા વરસાદના આંકડા બતાવવામાં આવ્યા છે. 


રાજ્યમાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં 33 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ-આહવામાં 2.8 ઈંચ અને વઢવાણમાં 2.6 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત ભુજ અને ઉમરપાડામાં 2.6 ઈંચ, બોડેલી અને વઘઈમાં 2.4 ઈંચ વરસાદ પડ્યો છે. 


છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં પડેલા વરસાદના આંકડા


દસાડામાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ 
વિસાવદરમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ 
આહવામાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ 
વઢવાણમાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ 
ભૂજમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ 
ઉમરપાડામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ 
બોડેલીમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
વઘઈમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
ડેડિયાપાડામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
તાલાલામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
ગોંડલમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
ઝઘડીયામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
ભાવનગરના મહુવામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
કુતિયાણામાં વરસ્યો બે ઈંચ વરસાદ 
લોધીકામાં વરસ્યો બે ઈંચ વરસાદ 
લખતરમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 
જાંબુઘોડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 
ડભોઈમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 
અમરેલીમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 
કરજણમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 
વ્યારામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
ખંભાળીયામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
ઉપલેટામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
ચાણસ્મામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
કોટડા સાંગાણીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
સુબીરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
કલ્યાણપુરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
વાંસદામાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
છોટા ઉદેપુરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
વાલોડમાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
ગોધરામાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
ક્વાંટમાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
ડોલવણમાં વરસ્યો એક ઈંચ વરસાદ 
લાલપુરમાં વરસ્યો એક ઈંચ વરસાદ 
ટંકારામાં વરસ્યો એક ઈંચ વરસાદ 
તિલકવાડામાં વરસ્યો એક ઈંચ વરસાદ 
સુરતના મહુવામાં વરસ્યો એક ઈંચ વરસાદ 
નસવાડીમાં વરસ્યો એક ઈંચ વરસાદ 
હારીજમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 
વાલીયામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 
નખત્રાણામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 
ખાંભા, માળીયામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 
માંડવી, માંગરોળમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 


આ પણ વાંચોઃ


કોંગ્રેસે તૈયારી કરી લીધી, આ 13 બેઠકોના પરિણામો બદલી નાખશે! હરિયાણામાં નાયબ સિંહ સૈનીની મુશ્કેલીઓ વધશે?