Rain Forecast: ગુજરાતમા છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ઘણા ખરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ આજે પણ વરસી રહ્યો છે, અને આગામી કલાકોમાં વરસશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધારે 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના આહવામાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ હવે આ બધાની વચ્ચે આજે પણ સાત જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, આજે પણ રાજ્યમાં સાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. રાજ્યમાં દક્ષિણથી લઇને ઉત્તર સુધી આજે મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી શકે છે. રાજ્યભર આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે જેમાં સાત જિલ્લાઓનો સમાવેશ છે. આજે અમરેલી, ભાવનગર, વડોદરા અને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યુ છે, તો વળી, અન્ય જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 


હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, રવિવારે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. 24 કલાકમાં ગુજરાતના 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 75 તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 113 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 187 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.


માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં 14.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના આહવામાં 10.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કપરાડામાં 10.5 ઇંચ, વઘઈમાં 10 ઇંચ, ધરમપુરમાં 9.5 ઇંચ, ડેડીયાપાડામાં 9.4 ઇંચ વરસાદ ખાબક્યો છે. માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં 14.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના આહવામાં 10.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કપરાડામાં 10.5 ઇંચ, વઘઈમાં 10 ઇંચ, ધરમપુરમાં 9.5 ઇંચ, ડેડીયાપાડામાં 9.4 ઇંચ વરસાદ ખાબક્યો છે.


રાજ્યના ડેમની શું છે સ્થિતિ


ધોધમાર વરસાદને પગલે રાજ્યના 59 જળાશયો સંપૂર્ણ ભરાય છે. કચ્છ સૌરાષ્ટ્રના 45 જળાશયો હાઉસ ફુલ છે  તો દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતના પાંચ જળાશયો  છલોછલ થયા છે. ઉપરવાસથી પાણીની ભરપૂર આવક અને રાજ્યમાં વરસેલા વરસાદથી 97  જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 72 જળાશયો હાઈએલર્ટ પર છે., તો 80થી 90 ટકા ભરાયેલા 15 ડેમ એલર્ટ અને 10 જળાશયો વોર્નિંગ પર છે.


આ પણ વાંચો


Rain: તાપી નદીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ, જળસ્તર વધતાં તંત્રએ કાંઠા વિસ્તારને કર્યું બેરિકેડ, ઓવારા કિનારે પોલીસ તૈનાત