ગાંધીનગરઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. ભારે વરસાદ અને પૂર્ણા નદીમાં ઘોડાપુરથી નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પૂર્ણા નદીમાં ઘોડાપુરથી નવસારીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો પૂર્ણા નદી પણ ભયજનક સપાટી 25 ફુટ ઉપરથી વટીને 27 ફુટ પર વહી રહી છે. એટલુ જ નહી, વહેલી સવારથી નવસારીમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થતા સ્થાનિકોની ચિંતા વધી ગઈ છે. બપોરે સાડા બાર વાગ્યે દરિયામાં ભરતી આવવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. નવસારી શહેરના કાલિયાવાડી, ભેંસત ખાડા, મહાવીર સોસાયટી, રંગુનનગર, કાશીવાડી, બંદર રોડ, શાંતાદેવી રોડ, ગધેવન મહોલ્લો, કબીરપોર, ઠક્કરબાપાનગર, મિથિલા નગરીમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અત્યાર સુધીમાં ચાર હજારતી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો પૂરના પ્રકોપમાં 50 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂર્ણા નદીની જળસપાટી વધતાની સાથે જ નવસારીની મહાવીર સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા છે.. મહાવીર સોસાયટીમાં 750 જેટલા મકાનો આવેલા છે. જેમાં એક હજારથી વધુ લોકો રહે છે.. ત્યારે પૂરના પાણી સોસાયટીમાં ઘુસવાથી અનેક લોકોને પોતાના મકાનના પહેલા માળે રહેવા જવા માટે અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 213 તાલુકામાં વરસાદ પડ્યો
- વલસાડના કપરાડામાં 15 ઈંચ વરસાદ
- વલસાડના ધરપમપુરમાં5 ઈંચ વરસાદ
- વલસાડના પારડીમાં5 ઈંચ વરસાદ નોંધાયો
- ડાંગના સુબીરમાં 11 ઈંચ જેટલો વરસાદ
- વલસાડના વાપીમાં5 ઈંચ વરસાદ
- ડાંગના વઘઈમાં 10 ઈંચ વરસાદ
- નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરસાદ
- તાપીના ડોલવણમાં 9 ઈંચ વરસાદ
- વલસાડના ઉમરગામમાં5 ઈંચ વરસાદ
- નર્મદાના નાંદોદમાં 8 ઈંચ વરસાદ
- ડાંગના આહવામાં5 ઈંચથી વધારે વરસાદ
- વડોદરાના ડભોઈમાં5 ઈંચ વરસાદ
- વડોદરાના કરજણમાં 6 ઈંચ વરસાદ
- વલસાડ તાલુકામાં 5 ઈંચ વરસાદ
- ગીર સોમનાથના સુત્રાપાડા, કોડિનાર, ગીર ગઢડામાં5 ઈંચ વરસાદ
- તાપીના વાલોદમાં5 ઈંચ વરસાદ
- નર્મદાના ડેડિયાપાડામાં5 ઈંચ વરસાદ
- નવસારીના ચીખલીમાં 4 ઈંચ વરસાદ
- જૂનાગઢના વંથલીમાં 4 ઈંચ વરસાદ
- પંચમહાલના ગોધરામાં 4 ઈંચ વરસાદ
- જૂનાગઢના વિસાવદરમાં5 ઈંચ વરસાદ
- જૂનાગઢના કેશોદમાં5 ઈંચ વરસાદ
- આણંદના તારાપુરમાં .3.5 ઈંચ વરસાદ
- જૂનાગઢના માંગરોળમાં5 ઈંચ વરસાદ
- મહિસાગરના કડાણામાં5 ઈંચ વરસાદ
- સુરતના મહુવામાં5 ઈંચ વરસાદ