ગાંધીનગરઃ ગુજરાતના IAS અધિકારી કે.  રાજેશની સીબીઆઇએ ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, ભ્રષ્ટાચાર અંગેની લાંબી તપાસના અંતે ગુજરાતના IAS અધિકારી કે.રાજેશની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કે.રાજેશના ઠેકાણા પર સીબીઆઇએ દરોડા પાડ્યા હતા. કે.રાજેશને આવતીકાલે અમદાવાદ સ્થિત સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કે.રાજેશ સુરેન્દ્રનગરમાં કલેક્ટર રહી ચૂક્યા છે.






 ઉલ્લેખનીય છે કે 2017થી લઈ 2021 સુધી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે કે.રાજેશે ફરજ બજાવી હતી. દરમિયાન હથિયાર પરવાના લાઇસન્સને લઈ અનેક વખત ચર્ચામાં રહ્યા હતા. પૂર્વ કલેકટર કે.રાજેશ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર પરવાનાઓના લાયસન્સ બેફામ રીતે આપી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે પીએમઓ અને દિલ્હી સીબીઆઇમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.  IAS અધિકારી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ કેસમાં સહ આરોપી તરીકે ઝડપાયેલા રફીક મેમણને CBI કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી મેમણના કોર્ટે માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


 


Zika Virus: આ પાડોશી રાજ્યમાં 7 વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત થઈ, જાણો ઝિકા વાયરસના લક્ષણો


Mika Di Vohti: મીકા સિંહના દિલ પર રાજ કરવા સ્વયંવરમાં આવી આ સુંદરી, ફોટો શેર કરી પોતાને 'ક્વિન' ગણાવી


IND vs ENG: બીજી વનડે મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે, આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન


Free Booster Dose: કોરોનાના બુસ્ટર ડોઝને લઇને મોદી સરકારની મોટી જાહેરાત, જાણો કઇ તારીખથી મળશે બધા લોકોને મફતમાં બુસ્ટર ડોઝ