ગાંધીનગરઃ ભારતીય હવામાન વિભાગે રાજ્યના કેટલાક હિસ્સામાં ચોમાસાનું વિધિવત આગમન થયાની જાહેરાત કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં ધોધમાર પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આઠ તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઘોઘામાં ત્રણ ઈંચ, સાયલા અને ભરૂચમાં બે બે ઈંચ, ધોરાજી અને અમરેલીમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ભેંસાણ અને બરવાળામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના પાટણ વેરાવળ, ભાવનગર, માંગરોલમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
વાગરા, વાપી, ગીર ગઢડા, સુત્રાપાડા, કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર, બોટાદ, ગોંડલ, સિહોર, રાજકોટ અને જૂનાગઢમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. બાબરા, મોડાસા, કપરાડા, પડધરી, કોટડા સાંગાણી, માણાવદરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. કુતિયાણા, મેંદરડા,ઉના, લાઠી, જામનગર, માંગરોળ, મુળી, વંથલી, કુકાવાવ, તળાજા, ઝઘડીયા અને તાલાલામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂને શરૂ થતું ચોમાસુ આ વખતે મોડું શરૂ થયુ છે. જેને લઇને આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.
ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 48 કલાકમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસવાનું અનુમાન છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ છે. રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે.
આ જિલ્લાઓમાં પડશે વરસાદ