પંચમહાલના શહેરામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહીસાગરના સંતરામપુરમાં દોઢ ઈંચ વરસાદ જ્યારે પંચમહાલના હાલોલમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં 14 એમએમથી લઈને 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશની લહેર જોવા મળી હતી જ્યારે વરસાદને લઈને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસ્યો વરસાદ
સૌથી વધુ વરસાદ પંચમહાલના શહેરામાં પોણા 2 ઈંચ
મહીસાગરના સંતરામપુરમાં દોઢ ઈંચ
પંચમહાલના હાલોલમાં 1.1 ઈંચ
નર્મદાના સાગબારામાં 1 ઈંચ
જૂનાગઢના ભેસાણમાં 22 એમ એમ
ભાવનગરમાં 22 એમ એમ
અરવલ્લીના મોડાસામાં 19 એમ એમ
રાજકોટના જેતપુરમાં 19 એમ એમ
અમદાવાદના વિરમગામમાં 18 એમ એમ
બોટોદના ગઢડામાં 16 એમ એમ
પાટણના સમીમાં 14 એમ એમ