Rain News: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, નવરાત્રી બાદ હવે દિવાળીના દિવસોમાં પણ હવામાન વિભાગ અનુસાર વરસાદ વરસી શકે છે. ગઇકાલે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં ત્રણ-ત્રણ ઇંચ ખાબક્યો હતો, અહીં છેલ્લા 24 કલાકમાં 131 પડેલા વરસાદના આંકડા બતાવવામાં આવ્યા છે. 


રાજ્યમાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં 33 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ-આહવામાં 2.8 ઈંચ અને વઢવાણમાં 2.6 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત ભુજ અને ઉમરપાડામાં 2.6 ઈંચ, બોડેલી અને વઘઈમાં 2.4 ઈંચ વરસાદ પડ્યો છે. જુઓ અહીં...


છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં પડેલા વરસાદના આંકડા - 
દસાડામાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ 
વિસાવદરમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ 
આહવામાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ 
વઢવાણમાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ 
ભૂજમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ 
ઉમરપાડામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ 
બોડેલીમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
વઘઈમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
ડેડિયાપાડામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
તાલાલામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
ગોંડલમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
ઝઘડીયામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
ભાવનગરના મહુવામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ 
કુતિયાણામાં વરસ્યો બે ઈંચ વરસાદ 
લોધીકામાં વરસ્યો બે ઈંચ વરસાદ 
લખતરમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 
જાંબુઘોડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 
ડભોઈમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 
અમરેલીમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 
કરજણમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 
વ્યારામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
ખંભાળીયામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
ઉપલેટામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
ચાણસ્મામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
કોટડા સાંગાણીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
સુબીરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
કલ્યાણપુરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
વાંસદામાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
છોટા ઉદેપુરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
વાલોડમાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
ગોધરામાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
ક્વાંટમાં વરસ્યો સવા ઈંચ વરસાદ 
ડોલવણમાં વરસ્યો એક ઈંચ વરસાદ 
લાલપુરમાં વરસ્યો એક ઈંચ વરસાદ 
ટંકારામાં વરસ્યો એક ઈંચ વરસાદ 
તિલકવાડામાં વરસ્યો એક ઈંચ વરસાદ 
સુરતના મહુવામાં વરસ્યો એક ઈંચ વરસાદ 
નસવાડીમાં વરસ્યો એક ઈંચ વરસાદ 
હારીજમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 
વાલીયામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 
નખત્રાણામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 
ખાંભા, માળીયામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 
માંડવી, માંગરોળમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ 


હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ખાતે અમુક સ્થળોએ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 15મી તારીખ અને મંગળવારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.


'દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી' -અતિવૃષ્ટિ અને માવઠાથી પાકો ધોવાયા પરંતુ વળતર મુદ્દે ઠાગા ઠૈયાઃ કોંગ્રેસ - 
રાજ્યમાં ખેડૂતોની દયનીય સ્થિતિ પર કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. રાજ્યમાં કૃષિ પાકના નુકસાન લઈને કિસાન કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાના સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા બે-ચાર દિવસથી વરસેલા વરસાદે ખેડૂતોના સપના રોળ્યા છે. વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવ્યો છે. ખેડૂતોની આખા વર્ષની મહેતન પર પાણી ફરી વળ્યુ છે. ગુજરાતમાં મગફળી, કપાસ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં અતિવૃષ્ટીમાં 80 ટકા કપાસ નાશ પામ્યો છે, તો વળી, મગફળીના પાથરા, કપાસના જીંડવાને વધુ નુકસાના રિપોર્ટ છે. 


સરકાર પર ખેડૂતો મામલે કોંગ્રેસે આકરા તેવર બતાવ્યા છે. પહેલા અતિવૃષ્ટિ થઇ અને બાદમાં માવઠુ થવાથી ખેડૂતના ઘરમાં અત્યારે દિવાળીએ ટાળે જ હોળી જેવી સ્થિતિ પેદા થઇ છે. સરકાર પણ માત્ર જાહેરાતો અને ઠાલા વચનો જ આપે છે. ગત 18 થી 24 જુલાઈમાં થયેલી અતિવૃષ્ટિ માટે 350 કરોડની જાહેરાત થઇ છે પરંતુ રાતી પાઇ ખેડૂતોને મળી નથી. ગઇ 22 થી 30 ઓગસ્ટના અતિવૃષ્ટિનું સર્વે કર્યું પણ સહાયની હજુ જાહેરાત કરાઈ નથી. જમીન ધોવાણનું તો સર્વે પણ નથી થયું. જુલાઈ અતિવૃષ્ટિના ફૉર્મ ભરાવ્યાં પણ ફરજિયાત બિનપિયત પાકો માટે જ તે હતું. જો પિયત હોય અને તેનું ફોર્મ ભર્યું હોત તો ખેડૂતોને 44000 હજાર મળવાપાત્ર હતા. ફરજિયાત બિન-પિયતના જ ફોર્મ ભરાવી ખેડૂતોને હવે માત્ર 22000 હજાર જ મળશે, સરકારે ખેડૂતોને કાંઈ આપવું જ નહોય તો સર્વે અને સહાયની જાહેરાતો કરવાનું બંધ કરે.


આ પણ વાંચો


Gujarat Rain: જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી