Monsoon: શ્રાવણ માસમાં ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. રાજ્યમાં 21 થી 26 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, આ આગાહીને પગલે આજે પણ ચાર જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની લેટેસ્ટ અગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે, આજે ચાર જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે, આજે ભરૂચ, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યુ છે, આ ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ વાત છે કે, આજે 21 જિલ્લામાં અને ત્રણ સંઘ પ્રદેશમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જ્યારે 8 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકામાં વરસાદ
સૌથી વધુ વાપીમાં 13 ઈંચ વરસાદકપરાડા, પારડીમાં 12 ઈંચ વરસાદસુરતના ઉમરપાડામાં સાડા બાર ઈંચ વરસાદખેરગામમાં સાડા અગિયાર ઈંચ વરસાદધરમપુરમાં નવ ઈંચ વરસાદવિજાપુરમાં સવા આઠ ઈંચ વરસાદવલસાડમાં આઠ ઈંચ વરસાદસોનગઢમાં સાડા સાત ઈંચ વરસાદઉમરગામમાં સાત ઈંચ વરસાદવ્યારામાં સાડા છ ઈંચ વરસાદમાંગરોળમાં છ ઈંચ વરસાદવાંસદામાં પોણા છ ઈંચ વરસાદકપડવંજમાં પોણા છ ઈંચ વરસાદસાગબારામાં સાડા પાંચ ઈંચ વરસાદવઘઈમાં સાડા પાંચ ઈંચ વરસાદઆહવામાં સાડા પાંચ ઈંચ વરસાદસુબિરમાં સવા પાંચ ઈંચ વરસાદકડીમાં પાંચ ઈંચ વરસાદગરબાડામાં સાડા ચાર ઈંચ વરસાદમાણસામાં સાડા ચાર ઈંચ વરસાદપાવીજેતપુરમાં ચાર ઈંચ વરસાદખાનપુરમાં ચાર ઈંચ વરસાદઓલપાડ, કામરેજમાં ચાર ઈંચ વરસાદક્વાંટ, તાલાલામાં ચાર ઈંચ વરસાદમેંદરડા, માંડવીમાં પોણા ચાર ઈંચ વરસાદદાહોદ, વિસનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદપાલનપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદદહેગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદતારાપુર, લીમખેડામાં સાડા ત્રણ ઈંચ વરસાદવિસાવદર, વાલોડમાં સવા ત્રણ ઈંચ વરસાદનેત્રંગ, ચીખલીમાં ત્રણ ઈંચ વરસાદપલસાણા, ડોલવણમાં ત્રણ ઈંચ વરસાદ
આ પણ વાંચો