ગુજરાતમાં સતત બે વર્ષ અછતના ઓછાયા બાદ ફરી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. ત્યારે આ વખતે ચોમાસા પહેલા જ પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઈ ગયો હતો. જ્યારે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ પડવાને કારણે અષાઢના 16 દિવસમાં જ સરેરાશ સામે સિઝનનો 22.04 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 6 દિવસમાં જ પડેલા વરસાદને કારણે 6.24 ટકાનો વધારો થયો છે. ગત 1લી જુલાઈએ સરેરાશ સામે 15.80 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે 6 જુલાઈના રોજ સવારની સ્થિતિએ 22.04 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડતો હતો અને સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત પણ દક્ષિણ ગુજરાતથી થતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પેટર્ન બદલાઈ હોય એમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. સૂકા પ્રદેશ ગણાતા સૌરાષ્ટ્રમાં સિઝનનો 41.70 ટકા અને કચ્છમાં 33.45 ટકા વરસાદ નોંધાયો છે. જેની સામે દક્ષિણ ગુજરાતમાં માત્ર 13.56 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.12 ટકા અને મધ્ય ગુજરાતમાં 15.58 ટકા વરસાદ નોંધાયો છે.
ઝોન       વરસાદ (મીમી)       વરસાદ (%)
સૌરાષ્ટ્ર            282          41.7
કચ્છ            138         33.45
દક્ષિણ ગુજરાત            196         13.56
મધ્ય ગુજરાત            128         15.58
ઉત્તર ગુજરાત            94         13.12