Rain Update: હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસુ દસ્તક દેશે. જેના ભાગ રૂપે રાજ્યભરમાં પ્રિમોનસૂન એક્ટિવિટિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો જાણીએ.


રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર છે,આગામી  24 કલાકમાં ગુજરાતમાં બેસી ચોમાસું શકે છે. ચોમાસાના આગમન પહેલા અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો. એસજી હાઈવે, સોલા, ગોતા સાયંસ સિટી, થલતેજ વિસ્તારમાં વરસાદ પડ્યો. 


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ



  • સૌથી વધારે પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ખેડાના માતરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં લોધિકા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ડેસર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં આણંદ, પેટલાદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ઉમરેઠ, હાલોલ, નડીયાદમાં બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં જેસર, કાલોલ, સોજીત્રામાં બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં સાવલી, ઠાસરા, ઉમરગામમાં બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં મહેમદાબાદ, તારાપુરમાં પોણા બે ઈંચ વરસાદ

  • 24 કલાકમાં ઘોઘંબા, ધાનપુરમાં દોઢ ઈંચ વરસાદ

  • 24 કલાકમાં વડોદરા, ગળતેશ્વરમાં એક ઈંચ વરસાદ

  • 24 કલાકમાં વિજાપુર, દાહોદ, વલસાડમાં એક ઈંચ વરસાદ

  • 24 કલાકમાં રાજુલા, પાદરામાં પોણો ઈંચ વરસાદ

  • આગામી 48 કલાકમાં ગુજરાતમાં બેસી શકે ચોમાસું

  • ચોમાસાના આગમન પહેલા અમદાવાદમાં વરસાદી માહોલ

  • અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ

  • એસજી હાઈવે, સોલા, ગોતા વિસ્તારમાં વરસાદ

  • સાયંસ સિટી, થલતેજ વિસ્તારમાં વરસાદ

  • રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર

  • આગામી 48 કલાકમાં ગુજરાતમાં બેસી શકે ચોમાસું

  • રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ

  • પ્રિ-મોનસૂન એક્ટિવિટીથી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ


 રાજ્યના 27 તાલુકામાં વરસાદ, પોરબંદરના કુતિયાણામાં સૌથી વધુ


ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની ઘડીઓ ગણાઈ રહી છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોરબંદરના કુતિયાણામાં વરસાદ ખાબક્યો છે. અહીં એક ઈંચ વરસાદ નોંધાયો 



  • છેલ્લા ચાર કલાકમાં કુતિયાણામાં એક ઈંચ વરસાદ

  • આજના દિવસમાં ખેડાના વસોમાં અડધો ઈંચ વરસાદ

  • સવારથી અત્યાર સુધીમાં હાલોલમાં અડધો ઈંચ વરસાદ

  • ધોળકા અને મહેમદાબાદમાં આજે પડ્યો અડધો ઈંચ વરસાદ

  • મહુધા, ધોલેરા, સાવરકુંડલા, ગીર ગઢડામાં પણ વરસાદ

  • સુત્રાપાડા, કઠલાલ, માતર, બાવળામાં પણ વરસાદ

  • ઠાસરા, કોડીનાર, વંથલીમાં ઝરમર વરસાદ

  • જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં વરસાદ

  • સાવલી, ઉના, આણંદ, બોરસદમાં પણ વરસાદ યથાવત

  • સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં પણ વરસાદ