Gujarat Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં  ભારે વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં ભારે વરસાદનું અનુમાન. સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના પાંચ જિલ્લામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી... હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે.


દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળે અતિભારે  વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.                                                              


બિહારના નવાદામાં ધોધમાર વરસાદે કહેર મચાવ્યો છે. કુંડમાં પહાડોમાંથી તેજ પાણીનો પ્રવાહ આવતા અનેક સ્થાન જળમગ્ન બન્યા છે.  ઝરણાની જેમ કુંડમાં પાણીનો ધસમસતો પાણીનો પ્રવાહ આવતા અફરા-તફરી મચી ગઇ હતી.       


દિલ્લી નજીક ગાઝિયાબાદના મોદીનગરમાં સાંબેલાધારે વરસેલા વરસાદથી કેટલીય કોલોની થઈ જળમગ્ન બની હતી.  કેટલાક ઘરોમાં  પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. લોકોના ઘરમાં રહેલી ઘર વખરી પલળી જતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે.            


ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારે વરસાદના કારણે બરસાતી નદીમાં પૂર આવ્યું છે. પાણીના તેજ પ્રવાહમાં શ્રદ્ધાળુઓ ફસાયા છે. SDRFની ટીમે મહામહેનતે ફસાયેલા તમામ લોકોનું  રેસ્ક્યુ હાથ ઘર્યુ છે. હરિદ્વારમાં ગંગા નદીના પૂરમાં અડધો ડઝનથી વધુ ગાડીઓ તણાઈ હતી. ણીના તેજ પ્રવાહમાં તણાયેલી કાર હર કી પૌડી પહોચીં હતી.


અસમના ડિબ્રુગઢમાં સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે.  CRPF કેમ્પમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.  રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.  રાહત-બચાવ ટીમે કામગીરી શરૂ કરી છે.


સંયુક્ત રાજ્ય અમેરિકાના મોનોના કાઉન્ટીમાં પણ  પૂરના કારણે  સ્થિતિ વણસી  છે.  જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ.... ખેતર, રોડ-રસ્તા, જળમગ્ન થયા છે.  નદીઓએ પણ ભયજનક સપાટી વટાવતા નદીના પટ જળમગ્ન થયા છે.