રાજયમાં હાડ થિજાવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 અને 3 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં સમાન્ય વરસાદ વરસી શકે છે.


માવઠાની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં રવી સીઝનનું વાવેતર કરનાર ખેડૂતોની ચિંતા વધી છે. અમદાવાદ જિલ્લામાં પણ આ સમયે વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજયના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરવામા આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનેક સ્થળો એ હવામાન પલ્ટો આવેલ હતો. અને ઠેર-ઠેર કમોસમી વરસાદ પડયો હતો. જેથી ખેડુતોના ઘઉં-જીરૂ-બાજરી-ચણા સહીતનાં પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યુ હતુ. અને ખેડુતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતી સર્જાઇ હતી. દરમ્યાન ફરી તા. ર અને 3 જાન્યુઆરીએ માવઠાની શકયતાનાં પગલે ખેડુતોની મુશ્કેલી વધવાનાં એંધાણ છે.