ગાંધીનગર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ બનતા વરસાદ આવી શકે છે. ગુજરાત રિજીયનમાં છૂટો છૂવાયો ભારે વરસાદ વરસી શકે છે તો અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યા ઘણા વિસ્તારોમાં હજુપણ વરસાદની ઘટ છે.

રાજ્યમાં 5 દિવસ હળવો મધ્યમ વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. હજી પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદની ઘટ છે. રાજ્યના અલ- અલગ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે.