ગાંધીનગર: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. 27 અને28 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. વલસાડ, નવસારી, ડાંગ તાપી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં 14 ટકા વરસાદની ઘટ છે. વરસાદના કારણે રાજ્યમાં 2 સ્ટેટ હાઈવે સહિત 103 રસ્તાઓ બંધ થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 90 ટકા વરસાદ નોંધાયો. જ્યારે કચ્છમાં 77 ટકા, દક્ષિણ ગુજરાતમાં 78 ટકા અને મધ્ય ગુજરાતમાં 72 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 63 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય પ્રદેશ ઉપર પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભુજ-નખત્રાણા-લખપત ધોરીમાર્ગ પાણી ભરાવાના કારણે ટ્રાફિક ખોરવાયો છે. શહેરની અંદરથી પસાર થતા માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 77.82 ટકા વરસાદ વરસી ચુક્યો છે. અબડાસામાં સિઝનનો 67.35 ટકા, અંજારમાં સિઝનનો 121.13 ટકા, ભચાઉમાં સિઝનનો 75.06 ટકા, ભુજમાં 96.01 ટકા, ગાંધીધામમાં 86.08 ટકા, લખપતમાં સિઝનનો 42.89 ટકા માંડવીમાં સિઝનનો 69.18 ટકા, મુંદ્રામાં 72.66 ટકા, નખત્રાણામાં સિઝનનો 77.61 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રહેશે વરસાદી માહોલ રહેશે. મધ્ય પ્રદેશ ઉપર પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉદભવતા વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ પણ 14 ટકા વરસાદની ઘટ છે.