રાજ્યમાં સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 124 તાલુકામાં વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Aug 2020 09:36 PM (IST)
સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં નોંધાયો છે. લખપત્તમાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભાભર અને દિયોદરમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર: રાજ્યમાં સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં 124 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં નોંધાયો છે. લખપત્તમાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભાભર અને દિયોદરમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વાવમાં 1.81 ઈંચ, લાખણીમાં 1.73 ઈંચ, સૂઈગામમાં 1.73 ઈંચ, ધાનેરામાં 1.57 ઈંચ, કાંકરેજમાં 1.41 ઈંચ, અમીરગઢમાં 1.41 ઈંચ, થરાદમાં 1.37 ઈંચ અને ડીસામાં 1.25 વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો સરેરાશ 106.78 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં 213. 57 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 141.35 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 92.29 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 92.22 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં 29 ઓગસ્ટથી ફરી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 28 ઓસ્ટ સુધી વધુ વરસાદ નહીં પડે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા 29 ઓગસ્ટથી ભારે વરસાદ પડી શકે છે.