જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાલુકાના સરવાણિયા, સનાળા, લલોઇ, બાંગા, મછલીવડ, બેડીયા સહિતના ગામોમાં જોરદાર વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતોચ. ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. સનાળા અને સરવાણીયા ગામોમાં જોરદાર વરસાદના કારણે કાલાવડની ફલકુડી નદી બે કાંઠે વહેતી થઈ છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.