બનાસકાંઠાના વાવમાં સાડા નવ ઈંચ વરસાદ, થરાદમાં સાત ઈંચ અને દીયોદરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. સુરતના ઉમરપાડા, વલસાડ, ડાંગ અને સાબરકાંઠામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં 5 ઈંચ, ઉમરપાડામાં સાડા ત્રણ ઈંચ, અંકલેશ્વવરમાં સાડા ત્રણ ઈંચ, ધરમપુરમાં સાડાત્રણ ઈંચ, નેત્રંગમાં 3 ઈંચ, બાવળામાં 3 ઈંચ, માંગરોળમાં 3 ઈંચ, પારડીમા 3 ઈંચ, દેડીયાપાડામાં અઢી ઈંચ, ચોટીલામાં અઢી ઈંચ, ધોળકામાં અઢી ઈંચ, ભરૂચના વાલિયામાં અઢી ઈંચ, ખેરગામમાં 2 ઈંચ,વઘઈમાં 2 ઈંચ, રાજકોટમાં 2 ઈંચ, નાંદોદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. 31 જુલાઈ અને પહેલી ઓગસ્ટે મેઘરાજા મહેરબાન થશે. રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.