Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બંગાળી ખાડીમાં સર્જાયેલા લો પ્રેશન એરિયાના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ હજુ પણ વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગે આગામી 5 દિવસ ક્યાં હળવાથી મધ્યમ તો ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં 24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો વરસાદ

 50 તાલુકામા એકથી પોણા ચાર ઈંચ સુધીનો વરસાદ

24 કલાકમાં ચીખલીમાં સૌથી વધુ 3.46 ઈંચ વરસાદ

24 કલાકમાં વલસાડમાં 3.23, વાપીમાં 2.60 ઈંચ વરસાદ

24 કલાકમાં જાંબુઘોડામાં 2.60, ગણદેવીમાં 2.48 ઈંચ વરસાદ

24 કલાકમાં કપરાડામાં 2.44, દ્વારકામાં 2.44 ઈંચ વરસાદ

24 કલાકમાં સંતરામપુરમાં 2.32, પ્રાંતિજમાં સવા બે ઈંચ વરસાદ

24 કલાકમાં ઉમરગામમાં 2.24, ખેરગામમાં 2.05 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. 50 તાલુકામાં એકથી પોણા 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ચીખલીમાં  3.46 ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં 24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો વરસાદ

24 કલાકમાં ડોલવણમાં 2.1 ઈંચ, વ્યારામાં 1.89 ઈંચ વરસાદ

24 કલાકમાં વાંસદામાં 1.89, લખપતમાં 1.9 ઈંચ વરસાદ

24 કલાકમાં પોરબંદર, ધરમપુરમાં 1.85 ઈંચ વરસાદ

24 કલાકમાં ધરમપુર, ભરૂચમાં 1.85 ઈંચ વરસાદ

24 કલાકમાં કરજણ, પાલનપુરમાં 1.81 ઈંચ વરસાદ

24 કલાકમાં વડોદરામાં 1.69, વઘઈમાં 1.65 ઈંચ વરસાદ

24 કલાકમાં પારડી, કલ્યાણપુરમાં 1.57 ઈંચ વરસાદ

24 કલાકમાં સુરત શહેર, બાલાસિનોરમાં 1.54 ઈંચ વરસાદ

24 કલાકમાં મહુવા, હાંસોટમાં 1.50 ઈંચ વરસાદ

આજે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યોછે. 24 કલાકમાં આહવામાં 1.25 ઈંચ વરસાદ સુબીર, સાપુતારા, વઘઈમાં પણ સારો વરસાદ વરસ્યો છે.બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે    સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

રાજ્યમાં 24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો વરસાદ

24 કલાકમાં નડિયાદમાં 1.46, સુબિરમાં 1.42 ઈંચ વરસાદ

24 કલાકમાં બહુચરાજીમાં 1.42, કામરેજમાં 1.38 ઈંચ વરસાદ

24 કલાકમાં બાવળામાં 1.38 ઈંચ, વાઘોડિયામાં 1.34 ઈંચ વરસાદ

24 કલાકમાં વાલોડ, ઉમરપાડા, ડભોઈમાં 1.18 ઈંચ વરસાદ

24 કલાકમાં ડાંગ, દેવગઢબારીયા, મહેમદાવાદમાં 1.14 ઈંચ વરસાદ