ગાંધીનગર : રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલીના વડિયામાં સૌથી વધુ 1.81 ઈંચ વરસાદ પડ્યો છે. દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં છૂટ્ટો છવાયો વરસાદ પડ્યો છે.
અમરેલીના વડિયામાં વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ભારે વરસાદથી વડિયા સિવીલ હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાઈ ગયા છે. સિવીલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતાં. હોસ્પિટલના પ્રવેશદ્વાર પર જ ઘૂંટણસમા પાણી ભરાતા હોસ્પિટલમાં આવન-જાવન કરવામાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમરેલીના વડિયાની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના અરજણસુખ ગામે ધોધમાર વરસાદ વરસતા ગામ પાણી-પાણી થઈ ગયુ હતું. ગામની શેરીઓમાંથી નદીની જેમ પાણી વહી રહ્યું હતું. અરજણસુખની બજારમાં કેટલાક સ્થળોએ તો દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં.
રાજકોટના ગોંડલમા સતત બીજા દિવસે મેઘરાજાની મહેર યથાવત રહી છે. રવિવારે સવારથી જ અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલ તથા આસપાસના પણ કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ખેડૂતોના પાક માટે કાચા સોના સમાન સાબિત થશે.
સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના વડિયામાં સૌથી વધુ વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2020 06:20 PM (IST)
રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલીના વડિયામાં સૌથી વધુ 1.81 ઈંચ વરસાદ પડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -